વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી પોતાની લડતને વધાવી:માંડવી થી સુરત જતી બસ સમયસર ન આવતાં વિદ્યાર્થીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા નિયમિત બસ શરૂ કરાઈ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના મઢી ગામે વહેલી સવારે માંડવી સુરત બસ રેગ્યુલર ન આવતા વિદ્યાર્થીઓએ લડત ચલાવી હતી. આજે બસ રોકો આંદોલન વિદ્યાર્થી આપ્યું હતું. જેને પગલે હરકતમાં આવેલા તંત્ર દ્વારા આજથી બસ શરૂ કરતાં વહેલી સવારે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને પોતાની લડતને વધાવી લીધી હતી.

બારડોલી તાલુકાના મઢી તેમજ આસપાસમાં ગ્રામ્ય વિસ્તારો આવેલા છે. મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓ બારડોલી તેમજ સુરત તરફ નોકરી ધંધે અને અભ્યાસ અર્થે આવન જાવન કરે છે. જોકે ઘણા લાંબા સમયથી માંડવી ડેપોની માંડવીથી મઢી થઈ સુરત તરફ જતી બસ વહેલી સવારના શિડ્યુલ પ્રમાણે નિયમિત આવતી ન હતી. જેને કારણે વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

માંડવી બસ ડેપો ખાતે ડેપો મેનેજરને અને વખત રજૂઆત કર્યા બાદ પણ બસ સમયસર નહીં આવતા આજે વહેલી સવારે વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલનની જાહેરાત કરી હતી. જેથી એસ.ટી તંત્ર હરકતમાં આવી અને આજે સમય પ્રમાણે બસ ફાળવવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓએ પોતાની લડતને ફટાકડા ફોડીને વધાવી લીધી હતી. જો કે કોરોના કાળમાં બંધ થયેલી માંડવી ડેપોના ઘણા બસના રુટો બંધ કરી દેવામાં આવ્યા હતા. જે હજુ કાર્યરત થયા નથી. એ તમામ રૂટો પણ ફરી નહીં શરૂ કરાય તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...