પાર્થિવ દેસાઇ|બારડોલી બારડોલી તાલુકાની ઇસરોલી ગામ સરકારી સહાય વિના ડિજિટલ બન્યું છે. તો ઇસરોલીને અડીને આવેલ આફવા ગામમાં પણ જાણે વિદેશમાં કોઈક રહેણાક સોસાયટીમાં આવ્યા હોય એવી રીતે સ્વચ્છતા અને માર્ગો પર વૃક્ષો ઉછેરી દાતાઓના સહયોગથી અનોખો વિકાસ થયો છે.
શહેરોમાં દુર્લભ હોય એવી સુવિધાઓ ગ્રામજનો ભોગવી રહ્યા છે. ગામમાં વીજ લાઇન, ટેલિફોન લાઇન કે અન્ય કેબલો અંડર ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે સાથે જ ગામમાં ફ્રી વાઈફાઈ, સી.સી ટીવી કેમેરા તેમજ પેવર બ્લોક તેમજ આર.સી.સી રસ્તાઓનો વિકાસ થતાં ગામમાં ધૂળ ઉડવાનો પ્રશ્ન જ નથી. ગામની સ્વચ્છતા જોઈ ગામમાથી પસાર થતાં અન્ય રાહદારી કે વાહન ચાલકોને ગામના રસ્તા પર કચરો ફેંકતા પણ અચકાઈ છે અને મટે ભાગે ચાલુ વાહનો માથી કોઈ આ ગામમાં ગંદકી કરતું જ નથી.
બારડોલી તાલુકાનાં આફવા અને ઇસરોલી ગામમાં સ્વચ્છતા જાળવવા માટે ગામના મુખ્ય માર્ગ પરથી ગામના પશુ પાલકોના પશુઓ પસાર થાય તો ગંદકી થઈ શકે માટે ગામના ઘરોની પાછળથી એક સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે જે રસ્તેથી જ પશુઓ અવાર જવર કરે જેથી ગામમાં ગંદકી ન થાય બંને ગામમાં મહદ અંશે એન.આર.આઈના ઘરો આવેલા છે અને તેઓના ગામની સુખાકારી માટે આપવામાં આવેલા દાનથી જ ગામનો વિકાસ અવિરત ચાલી રહયો છે. ગામના ગરીબ પરિવારોને અનાજની કીટ તેમજ સહાય પણ અપાય છે.
ગામમાં થતાં સામાજિક ધાર્મિક પ્રોગ્રામો વિદેશમાં બેસી જોઈ શકાય છે
ગામના વિકાસમાં મહત્વનો ફાળો એન.આર.આઇનો હોવાથી ગામમાં તહેવારોએ કે અન્ય ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો વેદેશમાં લાઈવ જોઈ શકાય એ માટે ગામની વિવિધ જગ્યાએ કેમેરાઓ લગાવવામાં આવ્યા છે તેમજ આધ્યાત્મિક માહોલ જળવાઈ રહે એ માટે ગામની સ્ટ્રીટ લાઇટના પોલ પર સ્પીકરો મૂક્યાં છે અને સવાર સાંજ ભજન અને આરતી વગાળવામાં આવે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.