ભાસ્કર વિશેષ:માંડવી ડેપોએ બે દિવસ શાળાની ટ્રીપ રદ્દ કરતાં 200 જેટલા વિદ્યાર્થીઓ શાળાએ ન જઈ શક્યા

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવારની શાળાની બસના રૂટ રદ્દ થતાં લોકોમાં એસટી તંત્ર પ્રત્યે રોષ

સરકાર સર્વશિક્ષા અભિયાન અંતર્ગત સૌને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરી રહી છે. ગામડાંમાંથી આવતાં વિદ્યાર્થીઓને શાળા એ આવવા આર્થિક મુશ્કેલી ન પડે એ માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પાસમાં રાહત અને વિદ્યાર્થિનીઓને મફત મુસાફરી કરવાની છુટ આપવામાં આવી છે. ત્યારે માંડવી ડેપો દ્વારા શાળા સમયની જ ટ્રીપ બે દિવસ ન મોકલતાં 200થી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું છે. માંડવી તાલુકાના ગોદાવાડી ગામે સવારે 8.30 વાગ્યે માંડવી ડેપોની બસ ગોદાવાડીથી કડોદ અને કડોદથી પિપરિયા થઈ ફરી કડોદ બસ આવે છે.

આ બસમાં મહત્તમ શાળાના વિદ્યાર્થીઓઓ અભ્યાસ અર્થે કડોદ અથવા બારડોલી જવા માટે આ બસનો ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લા બે દિવસ શનિ અને સોમવારના રોજ બસ બંધ રહી હતી. જેના કારણે શાળા કોલેજ જતાં 200 કરતાં વધુ વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા ન હતાં. જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું છે. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બસ ન આવવાને કારણે વિદ્યાર્થીઓને કેટલાક વાલીઓ પોતાના વાહનમાં મુકવા ગયા હતાં.

જ્યારે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓતો પાસે આવી કોઈ સગવડ ન હોવાથી તેમણે ફરજિયાત રજા પાડવાની ફરજ પડી હતી. જે અંગે ગામના આગેવાનોને જાણ થતાં તેમણે એસટી ડેપોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે રવિવાર હોય. સોમવારના રોજ પણ વિદ્યાર્થીઓ તૈયાર થઈને શાળા જવા નીકળ્યા હતાં, પરંતુ એસટી બસ ન આવતાં વિદ્યાર્થીઓએ પરત ઘરે ફરવું પડ્યું હતું. વારંવારની શાળાની બસના રૂટ રદ્દ થતાં લોકોમાં એસટી તંત્ર પ્રત્યે રોષ વ્યાપી રહ્યો છે.

સ્ટાફના અભાવે બસ કેન્સલ
શનિ અને રવિવારે શાળા સમયની બસના રૂટ રદ્દ થયા હતાં. કારણે કે સ્ટાફના અભાવે કેન્સલ કરવામાં આવ્યા હતાં. - વિશાલ છત્રીવાલા, એસટી ડેપો મેનેજર, માંડવી

અન્ય સમાચારો પણ છે...