અમારી માગો ક્યારે પૂરી થશે?:પલસાણાની 117 જેટલી આંગણવાડી વર્કરોએ ધરણાં પ્રદર્શન કર્યું, પડતર માગોને લઈને વિરોધ; ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

બારડોલી25 દિવસ પહેલા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાની આંગણવાડી બહેનોએ આજે ધરણા પ્રદર્શન કર્યું હતું. પગાર વધારાની માંગો તેમજ અન્ય સરકારી ભથ્થાઓ આંગણવાડી વર્કરોને આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. જે ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આંગણવાડીની વર્કરો જોડાઈ હતી.

પગાર વધારો કરી 20 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે એવી માંગ
રાજ્યમાં શિક્ષકો સરકારી કર્મચારીઓ બાદ હવે આંગણવાડીની મહિલાઓએ સરકાર સામે બાયો ચડાવી છે. છેલ્લા ઘણા સમયથી આંગણવાડી મહિલાઓની કામોમાં વધારો થવા છતાં પણ સમયસર પગાર થતો નથી. તેમજ માનદ વેતન સાથે આંગણવાડી મહિલાઓ 7500માં કામ કરી રહી છે .જેથી આ મામલે સુરત જિલ્લાના પલસાણા તાલુકાની આંગણવાડી વર્કરો આજે ધરણા પ્રદર્શન કરી આવેદન આપવાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું .અને તેમને માનદવેતનને બદલે પગાર વધારો કરી 20 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે એવી માંગ કરી છે.

યોગ્ય પગારની સાથે સરકારી ભથ્થાનો લાભ પણ આપવામાં આવે
આંગણવાડી મહિલાઓને સતત કામનું ભરણ વધી રહ્યું છે અને તેની સામે યોગ્ય વળતર મળતું ના હોવાની ફરિયાદો ઉઠી છે. આંગણવાડીની અંદર શ્રમજીવી પરિવારના બાળકોને અભ્યાસ કાર્યની સાથે તેઓને રસોઈ બનાવવાથી માંડી તમામ નાના-મોટા કામોની જવાબદારી આંગણવાડી મહિલાઓના શીરે આપવામાં આવી છે . જેના કારણે મહિલાઓને સતત કામનું ભારણ વધી રહ્યું છે. તેથી સરકાર દ્વારા મહેકમ પણ વધારવામાં આવે અને યોગ્ય પગારની સાથે સરકારી ભથ્થાનો લાભ પણ આપવામાં આવે એવી પણ માંગ ઉઠી છે.

પલસાણા તાલુકાના આંગણવાડી વર્કરોની લડતની વાત કરીએ, તો આજે પલસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે 117 જેટલી આંગણવાડી વર્કરો અને હેલ્પર હોય જેઓ તમામ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા . અને આંગણવાડીના કામકાજથી અળગા રહ્યા હતા. તેઓએ પગાર વધારા સહિતની વિવિધ માંગો સરકાર સામે મૂકી છે . અને જે માંગો નહિ સ્વીકારાય તો ઉગ્ર લડત આપવા પણ ચિંતકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...