તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:મહુવામાં 30 લાખના ખર્ચે 20 વિકાસ કામો મંજૂર

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ ગામોમાં ડામર રસ્તા બનાવાશે

મહુવા તાલુકામાં જિલ્લા આયોજન મંડળ અને ટી.એ.એસ.પી. અંતર્ગત 30 લાખના ખર્ચે 20 વિકાસકામો મંજૂર કર્યા છે. ડુંગરી, વડીયા, ઉમરા, અલગટ, ગુણસવેલ, નરડા અને ગોપળા ગામે 1-1 લાખના ખર્ચે, વહેવલમાં 3 લાખ અને ખરવાણમાં 1.50 લાખના ખર્ચે સ્મશાનભૂમિ બનાવાશે.

કોષ ગામે 50 હજારના ખર્ચે જગડર બોર નરેશભાઈ નારણભાઈ જાન્યા ફળીયા ડામર રસ્તાનું કામ તથા ઉપલી કોષ ખાતે 1 લાખના ખર્ચે નટુભાઈ મગનભાઈના ઘરથી અરવિંદભાઈ ઘર સુધી ડામર રસ્તાનું કામ, 2 લાખના ખર્ચે કરચેલીયા ગામે નવદુર્ગા સો. ખાતે હેમંતભાઈના ઘરથી અંબુભાઈના ઘર સુધી ડામર રસ્તો, દેદવાસણ ગામે 3 લાખના ખર્ચે ગંગુભાઈ ફળીયા મુખ્ય રસ્તાથી નટુભાઈના ઘર સુધી ડામર રસ્તાનું કામ મજુંર કરવામાં આવ્યું છે.વહેવલ હટવાડી ફળીયા મેઈન રોડથી હસુભાઈના ઘર સુધી, ઉમરામાં સાંધરા ફળીયા સ્કુલથી મેઈન રોડ, ડુંગરીમાં નાગજી ફળીયા મુખ્ય રસ્તાથી પ્રવિણભાઈના ઘર સુધી, શેખપુર ગામે નિશાળ ફળીયા મુખ્ય રસ્તાથી બળવંતભાઈના ઘર સુધી અને પ્રકાશભાઈના ઘરથી સુરતભાઈના ઘર સુધી તથા મિયાપુર ગામે કાદિયા મનુભાઈ ચૌધરીના ઘરથી સુરેશભાઈ ચૌધરીના ઘર તરફ જતા રસ્તાના ડામરની કામગીરી કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...