ચૂંટણી:તાપીમાં ચૂંટણી સંબંધી પ્રવૃતિ પર દેખરેખ માટે ઓબ્ઝર્વરની નિમણૂંક

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના 171-વ્યારા તથા 172-નિઝર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખ માટે જનરલ ઓબ્ઝર્વર શિવ સહાય અવસ્થી (IAS) તથા પોલીસ ઓબ્ઝર્વર નિમિત ગોયલ (IPS) ની નિમણૂંક કરવામાં આવી હતી.

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 યોજવાનું જાહેર કરેલ છે. ભારતનાં ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ કાર્યક્રમ મુજબ તાપી જિલ્લામાં 171-વ્યારા વિધાનસભા મત વિભાગ તથા 172-નિઝર વિધાનસભા મત વિભાગની વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા.1.12.22 નાં રોજ યોજાનાર છે. ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખ અને નિયંત્રણ માટે ભારતનાં ચૂંટણી પંચ તરફથી તાપી જિલ્લામાં 171-વ્યારા (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગ તથા 172-નિઝર વિધાનસભા મતવિસ્તાર માટે શિવ સહાય અવસ્થી (IAS) જનરલ ઓબ્ઝર્વર તરીકે તથા પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમિત ગોયલ (IPS)ની નિમણૂંક કરવામાં આવી છે.

તાપી જિલ્લામાં ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખ અને નિયંત્રણ માટે. 171વ્યારા વિધાનસભા મત વિભાગ તથા 172 -નિઝર વિધાનસભામાં લોકસંપર્ક માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી શિવ સહાય અવસ્થી (IAS) જેઓ હાલ વ્યારાના સર્કીટ હાઉસ ખાતે અંબીકા કક્ષમાં રોકાયેલ છે મો.9409864033 /02626-299725 ઉપર બપોરના 11:00 થી 12:00 દરમિયાન તાપી જિલ્લાના કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધી કોઈ રજૂઆત માટે તેઓનો સંપર્ક સાધી શકશે. આ સાથે પોલીસ ઓબ્ઝર્વર નિમિત ગોયલ (IPS) મો.નં 9045178304 ઉપર ચૂંટણી સંબંધી કોઇ પણ પ્રવૃતિઓ વિશે રજૂઆત કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...