તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 183 શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો અપાયા

બારડોલી/વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે નિમણૂક એનાયત કરાયા હતા. - Divya Bhaskar
જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે નિમણૂક એનાયત કરાયા હતા.
  • નિમણૂંક પામેલા રાજ્યના 2938 ઉમેદવારોને નિયુકિતપત્રો આપવાનો સમારોહ ઓનલાઇન યોજાયો

રાજયની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી–2021 અન્વયે નવી નિમણૂંક પામેલા રાજ્યના 2938 ઉમેદવારોને નિયુકિતપત્રો આપવાનો સમારોહ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ઓનલાઇન યોજવામાં આવ્યો હતો.

સુરત જિલ્લામાં બિનસરકારી અનુદાનિત ઉ. મા. શાળાઓમાં નવી નિમણૂંક પામેલા 20 શિક્ષણ સહાયકોને કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એસ.ડી.વસાવા તથા વનિતા વિશ્રામ ખાતે શિક્ષણાધિકારી એચ.એસ.રાજયગુરૂના હસ્તે મળી કુલ 183 શિક્ષણસહાયકોને પ્રતિકાત્મક રીતે નિમણૂંક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. નિવાસી અધિક કલેકટરએ જણાવ્યું હતું કે, ઉચ્ચ સંસ્કારયુકત, ચારિત્ર્યવાન સમાજઘડતર કરવાનું કાર્ય શિક્ષકોએ કરવાનું છે. વિદ્યાર્થીની કારકિર્દીમાં શિક્ષકોનો અમૂલ્ય ફાળો હોય છે.

તાપી જિલ્લામાં નવા 48 શિક્ષકોની નિમણૂંક
બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -2021 અંતર્ગત પસંદગી પામેલ વિવિધ જિલ્લાના કુલ- 2938 ઉમેદવારોને નિમણૂંક હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ વિડિયો કોન્ફરન્સ મારફતે યોજવામાં આવ્યો હતો. જે અન્વયે તાપી જિલ્લામાં કલેકટર કચેરીના મીટિંગ હોલ અને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે કુલ-48 શિક્ષકોને ક્લેકટર આર.જે.હાલાણીએ નિમણૂંક પત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

તાજેતરમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલા 2938 ઉમેદવારો પૈકી તેમના પ્રતિનિધી સ્વરૂપે ગાંધીનગર જિલ્લામાં પસંદગી પામેલા 5 ઉમેદવારોને મુખ્યમંત્રીએ નિમણૂંકપત્ર એનાયત કરી રાજ્યભરના નવનિયુક્ત શિક્ષકોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદબોધન કર્યુ હતુ.

તાપી જિલ્લા સેવા સદનના મીટિંગ હોલ અને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટરએ નિમણૂંક પામેલા 48 શિક્ષકોને પ્રાસંગિક ઉદબોધન કરી અભિનંદન પાઠવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મેરિટના આધારે ભરતી પ્રકિયા યોજી નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં માતાપિતા અને ભગવાનથી પણ ઉચું સ્થાન એક શિક્ષક્નું હોય છે. તેમ જણાવી આ સ્થાનની મહત્તા સેવાકાર્ય થકી જાળવી રાખવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...