પારિતોષિક:શ્રમ પારિતોષિક મેળવવા માટે 30 જૂન સુધીમાં અરજી કરવી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ શ્રેણીમાં કુલ 16 પારિતોષિક એનાયત કરાશે

રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓની વિશિષ્ટ કામગીરીને બિરદાવવા માટે ‘શ્રમ પારિતોષિક યોજના’ અમલી છે. સુરત તથા તાપી જિલ્લામાં સમાવિષ્ટ કારખાનામાં કાર્યરત વિશિષ્ટ કામગીરી કરનાર શ્રમયોગીઓ 'શ્રમ પારિતોષિક' મેળવવા માટે તા.30/06/2022 સુધીમાં અરજી કરી શકે છે. જેમાં વિવિધ શ્રેણીમાં કુલ 16 પારિતોષિક એનાયત કરાશે.

આ યોજનામાં કારખાનાઓમાં કામ કરતાં જે શ્રમયોગીઓએ ઉત્પાદન -ઉત્પાદકતા વધારવા, ઔધોગિક શાંતિ જાળવવામાં, આફતના સમયે પોતાની આત્મસુઝ અને ત્વરિત પગલાંથી દુર્ઘટના સમયે અસરગ્રસ્ત ક્ષેત્રમાં જાન-માલના બચાવ કામગીરી કરી હોય તેવા શ્રમયોગીઓના કલ્યાણના ભાગરૂપે 2021-2022 ના વર્ષ દરમ્યાન દરેક રિજીયન કક્ષાએ રાજ્ય શ્રમરત્ન, રાજ્ય શ્રમભૂષણ, રાજ્ય શ્રમવીર, રાજ્ય શ્રમશ્રી/ શ્રમદેવી એવી દરેક શ્રેણીમાં ચાર એમ કુલ 16 'રાજય શ્રમ પારિતોષિક' અર્પણ કરાશે.

આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક શ્રમયોગીઓએ અરજી ફોર્મ સંયુકત નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જિલ્લા સેવા સદન-2, બી બ્લોક, 6ઠ્ઠો માળ, અઠવાલાઇન્સ, સુરતથી વિનામુલ્યે મેળવી અથવા વેબસાઇટ www . dish . gujarat .g ov . in પરથી વિનામુલ્યે ડાઉનલોડ કરવી અને વિગતો ભરીને આ કચેરીમાં જમા કરવી એવમ ઔદ્યોગિક સલામતીના સંયુકત નિયામક-સુરત રિજિયનની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...