તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:ગોળના કોલા બંધ કરાવવા પ્રાંત અધિકારીને આવેદન

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવીમાં બળતણમાં પ્લાસ્ટિક અને ટાયરનો ઉપયોગ કરતા વાતાવરણ ઝેરી બની રહ્યું છે

માંડવી તાલુકામાં ગેરકાયદેસર ચાલતા તેમજ બળતણમાં પ્લાસ્ટિક અને ટાયરો બાળી વાતાવરણ પ્રદુષિત કરી માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગોળના કોલાઓ બંધ કરાવવા માટે માંડવી તાલુકાના યુવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

માંડવી તાલુકામાં ગેરકાયદેસર ચાલતા તેમજ વાતાવરણ પ્રદૂષિત કરી માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગોળના કોલાઓ બંધ કરાવવા માટે માંડવી તાલુકાના જાગૃત યુવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ જણાવવામાં આવ્યું હતું કે ગોળના કોલાના માલિકો દ્વારા ખેડૂતો પાસેથી સસ્તા ભાવે શેરડીઓ લઈ ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહેલ છે. તેમજ બળતણમાં પ્લાસ્ટિક તેમજ ટાયરનો ઉપયોગ કરી વાતાવરણને ઝેરી બનાવવામાં આવી રહેલ છે. કેટલાક ગોળના કોલાઓ મુખ્ય માર્ગની લગોલગ આવેલ હોવાથી તેમાંથી નીકળતો ધુમાડો રાહદારીઓ માટે પણ અડચણ રૂપ અને અકસ્માત સર્જી શકે તેવો સાબિત થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો