તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બારડોલીમાં અમૃતમ કાર્ડની બંધ કામગીરી શરૂ કરવા આવેદન

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને રજૂઆત

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નવા માં અમૃતમ કાર્ડની કામગીરી બંધ રહેતા જિલ્લાના સારવાર માટે જરૂરિયાત મંદ લોકોને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બારડોલી તાલુકામાં પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આશિર્વાદ સમાન સરકારની માં અમૃતમ કાર્ડની કામગીરી બંધ રહેતા બારડોલી નગર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કામગીરી ઝડપી શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

બારડોલી નગર કોંગ્રેસ પ્રમુખ કિરણભાઇ લાકડાવાલાની અધ્યક્ષતામાં આવેદનપત્રઆપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...