કામરેજ તાલુકાના વાવ ગામથી જોખા ગામ તરફ જતાં રોડ પર ગુરૂવારની સાંજે સીએનજી અલ્ટો કાર અને બાઇક સામસામે અથડાતાં કારમાં આગ લાગી ગઇ હતી. કારચાલક દરવાજો દીપક મિસ્ત્રી ખોલી સહીસલામત બહાર નીકળી ગયા હતા.
જ્યારે બાઇક ચાલક રમેશભાઇ ગુલાબભાઇ મિસ્ત્રી સળગતી અલ્ટો કારની નજીક પડતા આગની લપેટમાં આવી ગયા હતા. જ્યારે સ્થળ પર જ બળીને ભડથુ થઇ જતા મોત નીપજ્યું હતું. જેની. જ્યારે બાઇકની પાછળ બેઠેલો બીજો યુવાન સાગર ભાઇ વિષ્ણુભાઇ શેટ્ટી (રહે. 96 વલ્લભનગર સોસાયટી પુણાગામ સુરત.)ઉછળીને રોડની બાજુમાં પડતા તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને બેભાન હાલતમાં 108 દ્વારા સુરત સિવિલમાં લઇ જવાયો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.