તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Bardoli
 • Another Initiative To Make Rural Women Self reliant By Producing Sanitary Pads, Valod Vedchi Pradesh Seva Samiti To Provide Employment Opportunities To Rural Women

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓ બની આત્મનિર્ભર:સેનેટરી પેડનું પ્રોડક્શન કરી આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર, વાલોડ વેડછી પ્રદેશ સેવા સમિતિ દ્વારા ગ્રામિણ મહિલાઓને રોજગારીની તકો પુરી પાડી પગભર બનાવવાની વધુ એક પહેલ

માયપુર6 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાલોડ ખાતે વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ અને શક્તિ ફાઉન્ડેશન સુરતના સહયોગથી આદિવાસી મહિલાઓને પગભર બનાવવા માટે સેનેટરી પેડ બનાવી આત્મનિર્ભર બને તે દિશામાં કામગીરી શરુ કરવામાં આવી છે, મહિલાઓ સેનેટરી પેડ બનાવી માસિક 3000 સુધીની આવક મેળવી રહી છે.વાલોડ ખાતે વેડછી પ્રદેશ સેવા સમિતિ આઝાદીના શરૂઆતના સમયગાળાના સમયથી કાર્યરત સંસ્થા છે,

શરૂઆતના તબક્કેથી જ આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાનો, છાત્રાલયો, આશ્રમશાળાઓ, રોજગારીમાં સુથારી, લુહારી, ખાદી વણાટ, પુણી કેન્દ્રો જેવી અનેક રોજગારીની તકો ઉભી કરી હતી, ગેસ પ્લાન્ટ, સર્વોદય યોજના, મહિલાઓ માટે મહિલા કાનૂની સહાય,જેવી અનેક પ્રવૃત્તિઓ સંસ્થાના દેખરેખમાં કરવામાં આવી છે, આ સંસ્થા જોડે સુરતની ખ્યાતિ ફાઉન્ડેશન કે જે સંસ્થાએ દક્ષિણ ગુજરાત સહીત રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા માટે શક્તિ ફાઉન્ડેશન દિવસ રાત અથાક મહેનત કરી રહ્યું છે, આ સંસ્થાના પ્રયાસો કારણે આજે આદિવાસી વિસ્તારની મહિલાઓ બાયાંડીગ્રેબલ સેનેટરી પેડ બનાવી પગભર બની રહી છે.

ગ્રામિણ મહિલાઓને વેડછી પ્રદેશ સેવા સમિતિ દ્વારા અપાઇ રહેલી સેનેટરી પેડ બનાવવાની તાલિમ.
ગ્રામિણ મહિલાઓને વેડછી પ્રદેશ સેવા સમિતિ દ્વારા અપાઇ રહેલી સેનેટરી પેડ બનાવવાની તાલિમ.

મહિલાઓ માસિક 3000ની કમાણી કરતી થઇ
વેડછી પ્રદેશ સેવા સમિતિ દ્વારા મહિલાઓ સંચાલિત બાયોડીગ્રેબલ સેનેટરી પેડનું પ્રોડક્શન યુનિટ શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી શરુ કરાયું છે. આ યુનિટમાં મહિલાઓ માસિક રૂ 3000 સુધીની કમાણી કરી રહી છે, સંસ્થાનો લક્ષ્યાંક મહિલાઓને વધુ કમાણી કરવાનો છે, સાથે સાથે મહિલાઓ હાઇજીન અંગે જાગૃત બની રહી છે તે જ મોટી સફળતા હોવાનું સંસ્થાના પ્રમુખ તરલાબેન શાહનું માનવું છે.

અન્ય મહિલાને પણ કામમાં જોડાશે
કલ્પનાબેન ચૌધરીના જણાવ્યા મુજબ પેડ બનાવાની કામગીરીમાં આવકની સાથોસાથ એક સેવાકીય પ્રવૃત્તિ કરવાનો સંતોષ મળી રહ્યો છે, આ આવક થકી પરિવાર બે પાંદડે થશે, અને આ કામમાં અન્ય બહેનોને પણ જોડી કામગીરી ને વિશાળ બનાવવા પ્રયત્ન કરીશું.

અમને ઘર આંગણે રોજી મળી
સંગીતા બેન રાઠોડના જણાવ્યા મુજબ વેડછી પ્રદેશ સેવા સમિતિમાં મહિલાઓના ઉત્કર્ષ માટે સંસ્થા હંમેશા અગ્રેસર છે, નવા નવા પ્રોજેક્ટ લાવી રોજગારી પૂરી પાડવા ના પ્રયાસ થકી આજે ગામમાં જ રોજી રોટી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો