કોરોના અપડેટ:કોરોના મુક્ત સુરત જિલ્લામાં શુક્રવારે ફરી એક કેસ નોંધાયો, બારડોલીની વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લો અત્યાર સુધીમાં બે વખત કોરોના મૂક્ત બની ગયો હતો. ગત 5 દિવસથી જિલ્લામાં કોરોનાના એક પણ એક્ટિવ કેસ ન હતો, જિલ્લો કોરોના મૂક્ત હતો. જ્યારે શુક્રવારના રોજ બારડોલીની વૃદ્ધ મહિલા એક પોઝિટિવ નોંધાયો છે. જે મુંબઈ ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જેની સાથે ફરી જિલ્લામાં એક સંક્રમીત સારવાર લઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ42820 દર્દીઓ સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 42260 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલ 1 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...