ચોરીનો પ્રયાસ:સુડીકો બેંકનું વધુ એક ATM તૂટ્યું, તડકેશ્વરમાં ચોરીનો પ્રયાસ

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
  • એટીએમ માં રૂપિયા જ નહિ હોવાથી મોટી ચોરીની ઘટના ટળી

સુરત જિલ્લામાં સુડીકો બેંકના ATM તોડવા તસ્કરો માટે જાણે રમતની વાત થઈ ગઈ છે. રાત્રી દરમ્યાન તડકેશ્વર ગામમાં તસ્કરોએ વધુ એક સુરત ડીસ્ટ્રીક બેંકની શાખાનું એટીએમને ટાર્ગેટ બનાવી તોડ્યું હતું. જોકે, અંદર રૂપિયા જ ન હોવાથી ચોરી થતા અટકી હતી. માંડવી કીમ રોડ પર આવેલ તડકેશ્વર ગામે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની શાખામાં મૂકવામાં આવે એટીએમમાં બુધવારની મોડી રાત્રે કેટલાક ઇસમો ઘૂસ્યા હતા, અને એટીએમની તોડફોડ કરી રૂપિયા ચોરી જવાના પ્રયત્નો કર્યો હતો. પરંતુ એટીએમમા રૂપિયા ન હોવાથી તસ્કરો ખાલી હાથે પલાયન થયા હતા.

આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અત્યાર સુધીમાં મોટા ભાગના સુડીકો બેંકના એટીએમ તસ્કરોએ ટાર્ગેટ કર્યા છે. સુડીકો બેંકના વારંવાર એટીએમ મશીન તૂટતા હોય, જે બાબતે પોલીસ અધિકારીઓ પણ આ ઘટનાને અટકાવવા બેંકના વહીવતદારોને કડક સૂચન કરવામાં નિષ્ફળ જણાય રહ્યા છે. જેના કારણે તસ્કરો હજુ પણ ટાર્ગેટ બનાવી તોડી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. માંડવી પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી ગુનેગારો સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.