ઠેરના ઠેર:સફાઇ બાદ ધૂળના ઢગલાં માર્ગ પર જ છોડી દેવાતા રોષ

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી નગરમાં માર્ગ પર સાફ સફાઇમાં લાલિયાવાડી દાખવાતા ધૂળનો પ્રશ્ન યથાવત
  • પાલિકા દ્વારા કરાતા ‘ડસ્ટ ફ્રી બારડોલી’ના દાવા પોકળ નીવડી રહ્યા છે

બારડોલી નગરમાં ડસ્ટ ફ્રી માર્ગની સુવિધાની મોટી વાતો કરવામાં આવી હતી. પરંતુ સુવિધા મળતી ન હતી. મંગળવારના રોજ અસ્તાન રોડ પર બ્રસ મારી સફાઈ કામગીરી કરાવવામાં આવી હતી. પરંતુ સફાઈ કરીને ધૂળના થયેલ ઢગલા ઊંચકવાનું જ ભૂલી ગયા હતા. બારડોલી નગરમાં પાલિકાએ નગરજનોને ડસ્ટ ફ્રિ માર્ગની સુવિધાની મોટી વાતો કરવામાં આવતી હતી.

પરંતુ સફાઈ કરવામાં નહી આવતા, માર્ગની સાઈડમાં ધૂળના થર થઈ જતા હોય છે. ધૂળ સફાઈ કરવા માટે પાલિકા પાસે રોડ સ્વિપર મશીનની પણ સુવિધા હોવા છતાં ઉપયોગમાં લેવામાં આવતું ન હતું. તાજેતરમાં મંગળવારે અસ્તાન રોડ પર બ્રશથી સફાઈ કામગીરી શરૂ કરાવી હતી.

પરંતુ જેમાં પણ અધૂરી કામગીરી કરતા નગરજનોમાં રોષ ઉઠ્યો હતો. માર્ગની સફાઈ કર્યા બાદ, ધૂળના ઢગલાઓ જ્યાં કર્યા હતા, જે ઉઠાવવાનું ભૂલી ગયા હતા. દિવસ દરમિયાન જેતે સ્થિતિમાં પડી રહ્યા હતા. જેના કારણે નગરજનોમાં સુવિધાના કામ કરવામાં આવે ખરી, પરંતુ અધૂરું કામ કરાતું હોવાની ચર્ચાઓ ઉઠી હતી. હજુ પણ ઘણા માર્ગની ધૂળની સફાઈ નહી કરતી હોવાથી ડસ્ટ ફ્રી માર્ગનું નગરજનો માટે સ્વપ્ન જ બની રહે તો નવાઈ નહી.

અન્ય સમાચારો પણ છે...