ગ્રામજનોમા ફફડાટ:વાંસકુઇના રહેણાંક વિસ્તારમાં બિનધાસ્ત ફરી રહેલો દીપડો

મહુવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના વાંસકુઈ ગામે રહેણાક વિસ્તારમાં કદાવર દીપડો ફરતો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.જે જોઈ હાલ સ્થાનિકોમા ફફડાટ ફેલાઈ ગયો છે. સ્થાનિકો દ્વારા ઘટના અંગે વનવિભાગને જાણ કરી વાંસકુઈ ગામે પાંજરૂ ગોઠવી દીપડાને ઝબ્બે કરી સ્થાનિકોને ભયમુક્ત કરવાની માંગ કરી હતી.

મહુવા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાં રાત્રીના દરમિયાન એક કદાવર દીપડો મુખ્ય માર્ગ પરથી બિનધાસ્ત પસાર થઈ રહ્યો હતો.કદાવર દીપડાને જોઈ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.રહેણાક વિસ્તારમાં બિનધાસ્ત ફરતો દીપડો જોઈ વાંસકુઈ ગ્રામજનોમા પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.વાહનચાલકે બિનધાસ્ત ફરતા દીપડાનો વિડીયો કેમેરામા કેદ કરી લીધો હતો.2 મિનિટ થી વધુ સમયનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દીપડો રહેણાક અને ખેતરાડ વિસ્તારમાં નજરે પડતો હોવાની વાત ગ્રામજનોમા વાયુવેગે ફેલાતા દિપડાના આંતકને લઈ ખેડૂતો હાલ ખેતરે જવાનુ પણ ટાળી રહ્યા છે.હાલ બિનધાસ્ત ફરતા દીપડાને લઈ ગ્રામજનો ભયના ઓથમાં જીવી રહ્યા છે. ત્યારે આ દીપડો કોઈ માનવ કે પશુ પર જીવલેણ હુમલો કરી નુકસાન પોન્હચાડે તે પહેલા વનવિભાગ દ્વારા વાંસકુઈ ગામે પાંજરૂ ગોઠવી દીપડાને સત્વરે ઝબ્બે કરે એવી માંગ ગ્રામજનો સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...