ટ્રેનમાંથી કૂદીને મોતને વ્હાલું કર્યુ:પલસાણાના ગાંગપુર ગામની સીમમાં અજાણ્યા 35 વર્ષીય યુવાને ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો, રેલવે પોલીસે વાલી વારસદારને શોધવા તજવીજ હાથ ધરી

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રેલવે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગંગાધરા રેલવે સ્ટેશનથી પૂર્વમાં ગાંગપુર ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન પર એક અજાણ્યો ઉંમર આશરે 35 વર્ષીય પુરુષ ઇસમ મૃત હાલતમાં હોવાનું જાણ થયું હતું. રેલવે પોલીસે ગાંગપુર ખાતે જઇને જોતા એક પુરુષ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યાનું માલુમ પડ્યું હતું. મરનાર અજાણ્યા યુવાને અપ ગુડ્સ ટ્રેન સામે આવી આપઘાત કરી લેતા શરીરે થયેલી ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ મામલે મરનારનાં વાલી વારસદારને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ તસવીર તમને વિચલિત કરી શકે છે
આ તસવીર તમને વિચલિત કરી શકે છે

મરનારનું તથા કપડાંનું વર્ણન
અજાણ્યા મરનાર પુરુષ યુવાનની ઉંમર આશરે 35 વર્ષની છે. જે યુવાન શરીરે મધ્યમ બાંધાનો, રંગે ગૌવર્ણ, ઊંચાઈ આશરે 5 ફૂટ 4 ઇંચની છે. યુવાને શરીરે ક્રીમ કલરનું આખી બાયનું શર્ટ તથા લાલ કલરનું બનીયાન તથા ગ્રે કલરનો પેન્ટ પહેરેલ છે. જેના જમણા હાથની કલાઈમાં દિલમાં RD નામનું છુંડણુ ગોથાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...