તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન લીધા બાદ મોત:વેક્સિન લીધાના 24 કલાક બાદ મોરથાણા ગામના વૃદ્ધાનું મોત

નવાગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરથાણા ગામે રહેતી 76 વર્ષીય વૃદ્ધા એ વેકસિન લીધાનાં 24 કલાક બાદ વૃદ્ધાની તબિયત લથડતા સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઇ જતા સમયે રસ્તામાં મોત નીપજ્યું હતું.વૃદ્ધા 4-5 દિવસથી બિમાર હોય. તેમ છતા વેકસિન લિધી હતી.સિવિલમાં પી એમ રીપોર્ટ બાદ મોતનું સાચુ કારણ સામે આવશે.

મોરથાણા ગામે ગઇકાલ તા.23.3.21નાં કોરોનાં વેકસિનનાં રસિકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .જેમાં મોરથાણા નવાગાળામાં રહેતા હિરેનભાઇ ચુનીલાલ પટેલની કાકી 76 વર્ષના રમીલાબેન રતિલાલ પટેલે પણ રસી મુકાવી હતી .રસી મુકાવ્યાનાં બીજે દિવસે તા. 24.3.21 નાં સવારે 10 થી11નાં ગાળામાં વૃધ્ધાની તબિયત લથડતા પરિવારજનો તાત્કાલિક નજીકનાં વલણ પીએચસી પર લઇ આવ્યા હતા. જ્યાંનાં તબીબે તપાસ્યા બાદ વધુ સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઇ જતા સમયે રસ્તામાં જ દમ તોડી દીધો હતો.

જે વેકસિન લીધા બાદ મોરથાણાની વૃદ્ધાનું મોત નીપજયુ હોવાની વાત ફેલાતાં વલણ પીએચસીનાં આરોગ્ય તબીબ તથા કામરેજ તાલુકા આરોગ્ય અધિકારી તથા કામરેજ મામલતદાર પ્રાંત અધિકારી કામરેજ સહિતનાં અધિકારીઓ ગામ પર દોડી ગયા હતા, અને પરિસ્થિતિનો તાગ મેળવી લોકોમાં કોઇ ખોટો મેસેજ ના જાય એ માટે વૃદ્ધાના મોતનું સાચું કારણ જાણવા સુરત સિવિલમાં વિડિયો રેકોર્ડિંગ સાથે ફોરેન્સિક પોસ્ટોમોર્ટમ કરવામાં આવ્યું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ વૃદ્ધા રમીલાબેન પટેલ ઘણાં વષોઁથી સુગર પ્રેસરની બિમારીથી પીડાતા હતા અને છેલ્લા ચાર પાંચ દિવસથી બિમાર પણ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો