મૂળ પલસાણાના અને હાલ અમેરિકામાં રહેતા પરિવારે વર્ષો અગાઉ સમાજના એક અગ્રણીને પોતાનું મકાન વગર ભાડે આપ્યું હતુ પંરતુ સમય જતા મકાન ખાલી નહિ કરતા તેમજ મકાન માલિકોને ધાક ધમકી આપતા NRI પરિવારે વકીલ મારફતે કલેકટરને અરજી કરતા કલેકટરશ્રી એ કબ્જેદાર પિતાપુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધવાનો હુકમ કર્યો હતો.
વર્ષો પહેલા પલસાણા ખાતે નવા ફળિયામાં રહેતા અને હાલ અમેરીકા નોર્થટેક્સાસ ખાતે સ્થાઈ થયેલા ચંપાબેન દોલતરાય નાયકના સહ માલિકીનું પલસાણા ગામે નવા ફળિયામાં આવેલ મકાન નંબર 435 કે જે જુના બાંધકામ અને પતરા વાળું મકાન તેમના સમાજના અગ્રણી એવા પ્રકાશચંદ્ર ઠાકોરભાઇ દેસાઇને તથા તેમના પુત્ર અતીક પ્રકાશચંદ્ર દેસાઇ જેઓની આર્થીક પરીસ્થીતી સારી ના હોવાથી 25 વર્ષ અગાઉ ચંપાબેન દેસાઇએ બન્નેને જ્યાં રહેવાની વૈકલ્પીક જગ્યાના થાય ત્યાં ભાડું લીધા વગર રહેવા માટે આપી હતી જોકે ત્યાર બાદ સને 2019માં ચંપાબેનના પુત્ર ગુંજેશભાઈ અને મિતેષભાઈ અમેરીકાથી પોતામાં વતન પલસાણા ખાતે આવ્યા હતા જે તે વખતે બને માલિકોએ કબ્જેદાર પ્રકાશચંદ્રને આ મકાન ખાલી કરવા માટે જણાવ્યુ હતુ
પ્રકાશચંદ્રએ તેઓને “ હું પ્રેસમાં છું મારી ઓળખાણ છે હું ખોટા કેશમાં ફસાવી દઈશ તમે અમેરિકા નહિ જઈ શકશો “ એવી ધમકી આપી મકાન ખાલી કરી આપ્યુ ન હોતુ અને આજદિન સુધી ગેરકાયદેશર રીતે કબજો કરી લીધો હતો . જેને લઇ મકાનમાં મૂળ માલિકોએ આ અંગે તેમના વકીલ રાહુલભાઇ પટેલને વહીવટી પાવર આપી દીધો હતો . ત્યારે પાવરદાર રાહુલભાઇએ આ અંગે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જે આધારે સુરત કલેક્ટરે આ અંગે હુકમ કરતા હુકમને આધારે પલસાણા પોલીસે ખોટી રીતે મકાન પચાવી પાડનાર પ્રકાશચંદ્ર દેસાઇ તેમજ તેમના પુત્ર અતીક પ્રકાશચંદ્ર દેસાઇ વિરૂધ્ધ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવામાં અધિનીયમ 2020 (લેન્ડ ગ્રેબિંગ એકટ) હેઠળ ગુન્હો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.