તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મારૂ ગામ કોરોના મુક્ત અંતર્ગત આઇસોલેટ સેન્ટર બનાવાશે

બારડોલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં કોવિડ સેન્ટર માટે TDOની અધ્યક્ષતામાં બેઠક

ગુજરાત સરકારે ગુજરાત સ્થાપના દિનથી તમામ ગામડાઓમાં 15 દિવસ માટે મારુ ગામ કોરોના મુક્તગામની મુહિમ સાથે દરેક ગામોમાં કોરોના ટેસ્ટ સાથે જ કોરોના લક્ષણો ધરાવતા લોકોને ઘરે આઇસોલેટ થવાની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓ માટે ગામના જ સરકારી મકાનમાં કોવિડ કેર સેન્ટર બનાવી ત્યાં આઇસોલેટ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેની તૈયારીના ભાગ રૂપે બારડોલી તાલુકામાં સોમવારે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં દરેક ગામના તલાટીઓ સાથે બેઠક યોજવામાં આવી અને કોવિડ સેન્ટરો શરૂ કરવા સૂચન કર્યું હતુ.

સરકારના સૂચન મુજબ 1 મેથી દરેક ગામડાઓમાં કોરોનાના ટેસ્ટ તેમજ લક્ષણ જણાયતેવા દર્દીઓને આઇસોલેટ કરવા ઘરે કોરોન્ટાઈન ન થઈ શકે એવા દર્દીઓ માટે પ્રાથમિક શાળા, કૉમ્યુનિટી હૉલ કે અન્ય સરકારી મકાનોમાં કોવિડ કેર સેન્ટર બનાવવા અને સંક્રમણ અટકાવા કાર્યવાહી કરવા જણાવાઈ હતી. જોકે બારડોલી તાલુકામાં સંક્રમણ વધુ હોવાથી અટકાવવા તાલુકા પંચાયત બારડોલી ખાતે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળ દરેક ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તલાટીઓની મિટિંગ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજવામાં આવી. જેમાં દરેક ગામોમાં મંગળવારથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. તેમ જ પીએચસી વાઇઝ તેમના ગામોમાં મોનીટરીંગ માટે 7 મોનિટરિંગ કમિટી બનાવવામાં આવી. જે પીએચસી તાબાના ગામોનું સઘન મોનીટરીંગ કરી દેખરેખ રાખશે. જરૂરી વ્યવસ્થા માટે સહભાગી થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો