આયોજન:વાલોડ ખાતે કોમી એકતાની મિશાલ સ્વરૂપ આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

માયપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલોડ ખાતે બુટવાડા રોડ પર અલ નુર સ્ટેડિયમમાં કોમી એકતાની મિશાલને કાયમ રાખવા માટે આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટમાં મુસ્લિમ સમાજ, રાજપૂત સમાજ, પટેલ સમાજ, આહીર સમાજ, ઢોડિયા સમાજ, માહયાવંશી સમાજ, ચૌધરી સમાજ અને ગામીત સમાજની ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ એક જ દિવસની હતી. જેમાં 8 ઓવરની મેચની યોજાઈ હતી. ગુજરાતના નામાંકિત અમ્પાયરો બોલાવી રમત નિર્વિવાદ પૂર્ણ કરવામાં આવી હતી.આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ચૌધરી સમાજ અને પટેલ સમાજની ટીમોનો મુકાબલો થયો હતો. જેમાં ફાઇનલ મેચમાં ચૌધરી સમાજનો જ્વલંત વિજય થયો હતો, જ્યારે પટેલ સમાજની ટીમ રનર્સ અપ થઇ હતી. ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ અંકિત ચૌધરી, મેન ઓફ ધ સિરીઝ અભિષેક ચૌધરી, બેસ્ટ બોલર સેન્ડી પટેલ, બેસ્ટ ફિલ્ડર સાકીબ શેખ જાહેર કરતા તેમને ટ્રોફીઓ અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...