તંત્ર વાલોડની મુલાકાતે ગયું:છેવાડાના નાગરિક સુધી પહોંચવાની પહેલ

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓએ સ્નાથિકોના પ્રશ્નો સાંભળી ઉકેવવાનો પ્રયાસ કર્યો

વાલોડ ખાતે ગુજરાત અને કેન્દ્ર સરકારની મહત્વની ફલેગશીપ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને લોકોના પ્રશ્નો અને રજુઆતોનું નિરાકરણ લાવવા તાપી જિલ્લાના અધિકારી મનીષા મુલતાની જિલ્લા મહિલા અને બાળ અધિકારી તાપીએ વાલોડ ગામની સ્વયં મુલાકાત લીધી હતી, ગ્રામજનોમાં પદાધિકારીઓ,સભ્યો કે વર્તમાન પત્રોમાં આવેલ સમાચાર જોઈ કેટલાક જાગૃત લોકો હાજર રહ્યા હતા, છેવાડાના લોકો હાજર ન રહેતા સમગ્ર ગામના પ્રશ્નનો માટે ફરી વખત વાલોડ મુલાકાત અધિકારીઓ લે તે માટે રજૂઆત કરવામાં આવી. તમામ પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા માટેના સક્રિય પ્રયાસો તાપી જિલ્લા તંત્ર હાથ ધરશે.

ગઇ તા.25 ડિસેમ્બર-2022ના રોજ 'ગુડ ગવર્નન્સ ડે' એટલે કે 'સુશાસન દિવસ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતને સુશાસનની ગાથા આગળ ધપાવવા અને ગુડ ગવર્નન્સએ કોઈ વ્યકિતથી નહી પણ “ટીમ સ્પીરીટ” અને “ટીમ વર્ક”થી જ સ્થાપિત થઇ શકે છે તેમ પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું. જે અન્વયે જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા તંત્ર દ્વારા સુશાસન અંતર્ગત “પ્રસાશન ગાંવ કી ઓર”થીમ ઉપર “ગામ મુલાકાત” પહેલ હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત વાલોડ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી, જેમાં મુલાકાત લઇ સામાન્ય નાગરિકો સાથે બેઠક અને તેમના પ્રશ્રનો અને સમસ્યાઓ સાંભળવાની હતી, પરંતુ ગ્રામજનોમાં પદાધિકારીઓ,સભ્યો કે વર્તમાન પત્રોમાં આવેલ સમાચાર જોઈ કેટલાક જાગૃત લોકો હાજર રહ્યા હતા, આ નવિન પહેલનો મુખ્ય ઉદ્દેશ સુશાસન છેવાડાના નાગરિક સુધી પહોચે તે સુનિશ્ચિત કરી તેમની સુખાકારીમાં વૃધ્ધિ કરવાનો છે. મુલાકાત દરમિયાન અધિકારીઓએ સ્થાનિકોના પ્રશ્નો સભાંળ્યા હતા. અને ઉકેલ અંગે આયોજનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...