વિરોધ પ્રદર્શન:કોંગ્રેસ સાંસદે રાષ્ટ્રપતિનું અપમાન કરતા જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન કરાયું

પલસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અનેક જગ્યાએ ભાજપનું વિરોધ પ્રદર્શન

કોગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા નવા રાષ્ટ્રપતિને લઇ કરવામાં આવેલ ટીપ્પણીના કારણે સુરત જિલ્લા ભાજપે કડોદરા ચાર રસ્તા ખાતે કોગ્રેસ સાંસદનું પૂતળા દહન કરી વિરોધ કર્યો હતો. બુધવારે સવારે કોંગ્રેસમાં નેતા અધીર રંજન ચૌધરીએ ભારતના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂવિશે ટિપ્પણી કરતા મામલો બીચ્કયો હતો. જે બાબતે દેશભરમાં ભાજપ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા.ગુરુવારે સાંજે સુરત જીલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના પૂતળાનું દહન કરી “કોંગેસ સાંસદ માફી માગે, આદિવાસી દીકરીનું અપમાન નહિ ચાલે, જેવા બેનરો લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો .

માંડવીમાં અધીર રંજન ચૌધરીના પૂતળાનું દહન
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાબતે માંડવી તાલુકા અને નગર ભા જ પ દ્વારા વિરોધ કરાયો હતો.જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ,પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઇ હળપતિ,તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઇ પટેલ,મંત્રી ચંદુભાઈ ચૌધરી, ગણેશભાઈ ગામીત સહિત ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરુદ્ધમાં માંગરોળમાં ભાજપ કરશે
માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે ભાજપ પક્ષ દ્વારા આજે કોંગ્રેસી નેતા અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપશે.29 જુલાઈના રોજ તાલુકા ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...