તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નાંદીડામાં દુકાન બંધ કરી ઘરે જતાં યુવકને લૂંટવાનો પ્રયાસ

બારડોલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાઇક પર આવેલા લૂંટારૂઓએ યુવકને હાથમાં ચપ્પુ માર્યુ

બારડોલી નગરના યુવકની નાંદિડામાં આવેલી દુકાન રાત્રે બંધ કરી ઘરે જવા નીકળતા જ અચાનક મોટરસાયકલ પર 3 અજાણ્યા યુવકો આવીને ચપ્પુ બતાવી લૂંટવાનો પ્રયાસ કરતા, યુવકે સામે પ્રતિકાર કરી બુમાબુમ કરતા, 3 લૂંટારુઓ હાથમાં ચપ્પુથી ઇજા કરી ખાલી હાથે ભાગી ગયા હતા. જોકે, ઘટના અંગે પોલીસમાં ગુનો નોંધાયો નથી. બારડોલી નગરની હનુમાનગલીમાં પાઠક ફળિયામાં રહેતા નિખિલ સુનિલભાઈ પ્રજાપતિની નાંદિડા ચારરસ્તા પર શ્રીરામ ગ્લાસની દુકાન આવેલ છે. સોમવારે રાત્રે યુવકે દુકાન બંધ કરી પોતાની કારમાં બેસી ઘરે જવાની તૈયારી કરતો હતા. આ સમયે પલસર મોટરસાયકલ પર 3 અજાણ્યા ઈસમો આવી, યુવકને જણાવેલ કે આ દુકાન તમારી છે અને એક યુવકે ચપ્પુ કાઢી તમારી પાસે જે હોય તે આપી દેવા જણાવ્યું હતું.

પરંતુ નિખિલ મિસ્ત્રી ડર્યા વગર, સામે લૂંટારુઓનો પ્રતિકાર કરી બૂમાબૂમ કરી હતી, જેથી લૂંટારુઓ પકડાઈ જવાના ડરથી ચપ્પુથી યુવકના હાથમાં ઘા કરી ત્યાંથી ખાલી હાથે ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાથમાં ટાકા આવ્યા હતા. ઘટના અંગે બારડોલી પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી હતી. જોકે પોલીસે ગુનો નોંધાયો ન હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો