તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઘલા પાટીયા પાસે એકસાથે 6 વાહન વચ્ચે અકસ્માત, એક યુવકનો પગ કાપવો પડ્યો

નવાગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેફામ બનેલા ટેન્કરની અડફેટે કાર અને બાઇકનો કચ્ચરઘાણ - Divya Bhaskar
બેફામ બનેલા ટેન્કરની અડફેટે કાર અને બાઇકનો કચ્ચરઘાણ
  • ટેમ્પોચાલક ઓવરટેક કરવાની લ્હાયમાં અકસ્માત કરી ભાગી છૂટ્યો, સદનસીબે બંને અકસ્માતમાં જાનહાનિ ન થઇ

અમદાવાદથી મુંબઇ જતાં માર્ગ પર 8 જૂનના રોજ બપોરે બેફામ દોડતા ટેન્કર નં (GJ-16AU-8316)ના ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં ઘલા પાટીયા નજીક રોડ ક્રોસ કરવા રોડની બાજુમાં ઉભેલ કાર અને બાઇકને અડફટે લેતાં કાર અને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટેન્કરે ટ્રક ટેમ્પો બે કાર બાઇકને અડફટે લેતા એક સાથે 6 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.ટેન્કરની અડફેટે ચડેલા વાહનો બાઇક નં (GJ- 05 BL- 2154), બીજી બાઇક (GJ 14 F- 2493), ત્રીજી કાર (GJ- 05 JS- 3197), ચોથી કાર (GJ- 05 RB- 6275), પાંચમ ટેમ્પો નં (GJ 16X 7032)ને અડફટે લઇ નુકશાન પહોંચાડ્યું હતું. ટેન્કર ચાલક વાહન મુકી ફરાર થયો હતો.

જેની સામેે દિનેશભાઇ બાવીસ્કર (36) પોફેશનલ કુરિયર (અમરોલી સુરતએ ટેન્કરચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દિનેશભાઇ સુરતથી કુરિયરનાં કામેે આવ્યા હતા. તેમની બાઇકનેે અડફટે લેતાં પગમાં ગંભીર ઇજા પામતા સુરતની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ઓપરેશન કરી ડાબો પગ કાપવાની નોબત આવી હતી.

અન્ય સમાચારો પણ છે...