તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કેસમાં ઘટાડા વચ્ચે જિલ્લામાં કોરોના 32 હજારને પાર થયો

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બુધવારે નવા 11 સંક્રમિતો સામે 27 દર્દી રિકવર થયા

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ ઓછું થઈ રહ્યું છે. જ્યારે બુધવારનાર રોજ મંગળવાર કરતાં 3 કેસ વધુ નોંધાયા હતાં. જ્યારે ચાર દિવસ બાદ કોરોનાને કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે. જ્યારે 27ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં બુધવારે કોરોનાના 11 કેસ નોંધાતા કુલ સંક્રમિતોનો આંકડો 32 હજારને પાર કરીને 32002 પર પહોંચ્યો છે. જ્યારે આજરોજ કામરેજ તાલુકાના 34 વર્ષીય યુવકનું કોરોનાને કારણે મોત નીપજતાં મરણાંક 482 પર પહોંચ્યો છે. બુધવારે છેલ્લા 24 કલાકમાં 27 કોરોઓ કોરોનાને હરાવ્યો છે. જેથી અત્યાર સુધીમાં 32353 લોકોએ કોરોના સામે જીત મેળવી છે.

મહુવા તાલુકામાંથી સૌથી વધુ 4 કેસ મળ્યા
તાલુકોઆજેકુલ
ચોર્યાસી15100
ઓલપાડ24260
કામરેજ25882
પલસાણા03572
બારડોલી05093
તાલુકોઆજેકુલ
મહુવા42404
માંડવી12206
માંગરોળ13174
ઉંમરપાડા0311
કુલ1132002
અન્ય સમાચારો પણ છે...