સુરત જિલ્લામાં શનિવારે ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો હતો સમગ્ર જિલ્લામાં વધતો ઓછો તમામ તાલુકામાં વરસાદ નોંધાતા વાતાવરામાં ઠંડક પ્રસરી હતી. જિલ્લા ફ્લડ વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દિવસના 12 કલાકમાં ઉમરપાડા 23મીમી,ઓલપાડ 6 મીમી, કામરેજ 8મીમી, ચોર્યાસી 26 મીમી, પલસાણા 2 મીમી, બારડોલી 5 મીમી, મહુવા 3 મીમી, માંગરોળ 6 મીમી, માંડવી 17 મીમી, આમ જિલ્લાના દરેક તાલુકામાં ઓછો વધતો વરસાદ નોંધાયો હતો.
દોઢ કલાકમાં જ જળબંબાકાર
કોસંબા અને તરસાડી વિસ્તારમાં અંદાજિત 2.15 વાગ્યાના અરસામાં અચાનક સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો. અંદાજિત 3.15 વાગ્યા સુધી પડેલો વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. એકથી દોઢ કલાકના ગાળામાં અંદાજિત 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. વરસાદની તીવ્રતા વધુ હોવાથી નગર પંથક વિસ્તારમાં પાણી નિકાલની ઝડપ કરતાં પાણી વરસવાની ઝડપ વધુ હતી.
કોસંબા બજાર વિસ્તાર જેવા કે ઝંડા ચોક, સ્ટેશન વિસ્તાર, કલામંદિર જ્વેલર્સની ગલી તેમજ તરસાડીમાં આંબેડકર પ્રતિમા, વી.એસ.પટેલ હાઈસ્કૂલ, તરસાડી કોસંબા મુખ્ય માર્ગ, જલારામ ચોકડી, દાદરી ચીસ્તી નગર મુખ્ય માર્ગ વગેરે જગ્યા ઉપરથી પાણીનો ઝડપભેર નિકાલ ન થતાં ઘણી જગ્યાએ એક ફૂટથી લઈને અઢી ફુટ સુધીના પાણી ભરાયા હતાં. અંદાજિત દોઢ કલાક બાદ વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.