માંડવી તાલુકાના ખેડૂતો માટે ખુબ જ મહત્વનો આમલી ડેમની સિંચાઈ યોજના તાલુકાના કેટલાય ગામો માટે જીવાદોરી સમાન છે. એપ્રિલ સુધી ડેમમાં 50 ટકા એટલેકે 15 mcm પાણીનો જથ્થો સંગ્રહ રહ્યો હતો. પરંતુ ચોમાસુ નજીક આવતા મેં માસથી પાણી રોજના 170 થી 300 ક્યુસેક છોડવામાં આવતા એક મહિનામાં ડેમ ખાલી થઈને હાલ 2.88 mcm જેટલું પાણી બચ્યુ છે.
ગત વર્ષે આ સમયે ડેમમાં 25 ટકા જેટલું પાણી હતું, જેની સરખામણીમાં 7 ટકા જ પાણી સંગ્રહ રાખવામાં આવ્યું છે. ચોમાસુમાં ઉપરવાછમાં સારો વરસાદ થતાં અઠવાડિયામાં પણ ડેમ ભરાય જતો હોય છે. જેના પગલે ગત વર્ષની સરખામણીમાં ડેમમાંથી વધુ પાણી ખાલી કરવામાં આવ્યું છે. ડેમના કેચમેન્ટ વિસ્તારના ખેડૂતોના ખેતરોની હરિયાળી પથરાયેલી જોવા મળે છે. છેલ્લા એક માસથી પાણી છોડવામાં આવતું હોવાથી કાળઝાળ ગરમીમાં ખેડૂતોના પાકને ફાયદો થયો છે. હાલ તો, સંભવિત વરસાદના કારણે ચોમાસાની અધવચ્ચે દરવાજા ખોલવાવની નોબત નહી આવે એવી, ગણતરીથી સિચાઈ વિભાગે સતતપાણી છોડવામાં આવી રહ્યું છે.
ગોડધા ડેમને હવે આમલી ડેમના પાણીની જરૂર ન હોવાથી સ્ટોક ઘટાડાયો
આમલી ડેમમાં દર વર્ષે મેનાં અંત સુધીમાં 25 ટકા પાણી સંગ્રહ કરાતું હતું. પરંતુ આ વખતે માત્ર 7 ટકા પાણી રખાયું છે. કારણ કે આગાઉ આ ડેમનું પાણી ગોળધા ડેમમાં પણ છોડાતું હતું. ત્યાંથી ખેડૂતોને વિતરણ કરાતું હતું. પરંતુ હાલ કરોડો રૂપિયાની કાકરાપાર ગોડધા વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાના કારણે તાપીમાંથી લિફ્ટ કરી પાણી ગોળધા ડેમમાં આવતું હોવાથી, આમલી ડેમમાંથી પાણીનો જથ્થોની જરૂર રહી નથી. જેથી આ વખત આમલીડેમમાં મેં માસના અંતમાં જ એકદમ ડેમ ખાલી કરી દેવાયો છે.
ડેમમાંથી સતત 170થી 300 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
ગત વર્ષ કરતા પાણી ઓછું રાખવા પાછળનું કારણ સારો વરસાદ વરસતા અઠવાડિયામાં પણ ડેમ ભરાઈ જાયય છે. જેથી મેં માસથી 170 થી 300 ક્યુસેક સુધી પાણી સતત છોડાઇ રહ્યું છે. ચોમાસુ પહેલા ડેમ ખાલી હોય પાણીનો યોગ્ય ભરાવો થઈ શકે.> હરીશ પટેલ, ઈજનેર, આમલીડેમ સિંચાઈ વિભાગ
માંડવી તાલુકાની તરસ છિપાવતા ડેમની ફેક્ટ ફાઇલ
1985
માં આમલી ડેમનું નિર્માણ
38.30
MCM ડેમની સંગ્રહક્ષમતા
90
sqm ડેમનો કેચમેન્ટ એરિયા
119.50
મીટર ડેમની ઉંચાઇ
3500
હેક્ટર જમીનને પાણી પુરૂ પાડે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.