પાટીદાર આંદોલન:અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ કઠોર કોર્ટમાંં હાજર

નવાગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે કેસ પાછો ખેંચવાનું કહ્યું હતું પણ ખેંચતી નથી : હાર્દિક

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અનેે અલ્પેશ કથીરિયાં પર પાટીદાર અનામત આંદોલન વખતેે કેસો થયા હતા. હતા. આ કેસોની સુનાવણી કઠોર કોર્ટમાંં ચાલી રહી હોવાથી સોમવારના રોજ બંનેે નેતાઓ કઠોર કોર્ટમાંં હાજર થયાં હતાં. ફરી 3 જાન્યુઆરી તારીખ પડતા, હવે 3 જાન્યુઆરીનાં રોજ કઠોર કોર્ટમાંં હાજર રહેશે.

કઠોર કોર્ટની બહાર હાર્દિક પટેલેે મિડીયા સાથેે વાત કરતાં જણાવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે પાટીદાર યુવાનો સામેે નોંધાયેલા કેસો પાછાં લેવાની વાત કરી હતી જેે આજ દિન સુધી ખેંચવામાંં આવ્યાં નથી.

જે તેે વખતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ત્યાર બાદ વિજયભાઇ રૂપાણી તથા આ બાબતેે પાટીદાર સમાજની બેે મોટી સંસ્થા ઉમિયાધામ અનેે ખોંડલ ધામનાં સંચાલકો સાથેે પણ ઘણીવાર ચચાઁ થઇ છેે. પરંતુ હજુ સુધી પાટીદારો સામેના કેસ કોર્ટમાંંથી ખેંચવામાંં આવ્યા નથી. અને પ્રશ્ન હજી વણ ઉકેલ્યો રહ્યો છે. પાટીદાર આંદોલનથી સમાજનાં ગરીબ અનેે મધ્યમ વગીય લોકોને લાભ થયો છેે. જે સરકારી યોજનાઓનો લાભ લઇ રહ્યા છે.

આ ઉપરાંત હાર્દિક પટેલેે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પદ્માવતી આંદોલન વખતે ઓબીસી આંદોલન વખતેે તથા રાજ્ય બહાર નોંધાયેલાં કેસ પાછા ખેંચાયા છેે. ફક્ત પાટીદાર યુવાનો સાથેે રાગદ્વેષ રાખી સરકાર કેસ પાછા ખેંચતી નથી. સરકાર વાતો કરે છે, જાહેરાતો કરે છે, પરંતુ કેસ પાછા લેતી નથી. એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...