તંત્રએ નિર્ણય બદલ્યો:બારડોલી ગ્રામ્યમાં શ્રીજીની પ્રતિમા તળાવમાં વિસર્જન કરવાની મંજૂરી

બારડોલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભક્તોની રજૂઆત બાદ આખરે તંત્રએ નિર્ણય બદલ્યો
 • જોકે, બારડોલી નગરની પ્રતિમાનું વિસર્જન દરિયામાં જ થશે

બારડોલી નગરમાં ગણેશ વિસર્જન બાબતે પ્રાંત અધિકારીની આગેવાનીમાં સિનિયર સીટીઝન હોલમાં મળેલ બેઠકમાં જણાવ્યા મુજબ નગરની કોઈ પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કુદરતીજળ સ્ત્રોતમાં કરવા માટે મનાઈ જાહેર કરવામાં આવી હતી. શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન દરિયામાં કરવા માટે પાલિકા વાહનોની વ્યવસ્થા કરવાની જાહેરાત કરાયાને બીજે જ દિવસે વહીવટી તંત્રએ બારડોલીના ગ્રામ્ય વિસ્તારની શ્રીજી પ્રતિમાઓ કુદરતી તળાવોમાં વિસર્જન કરવાનો હુકમ કર્યો છે.

બારડોલીના ગણેશ વિસર્જન બાબતે 4 દિવસમાં બે વખત નિર્ણય બદલનાર વહીવટી તંત્રએ ફરી એકવાર નગરના ગણપતિને દરિયામાં અને ગ્રામયના ગણપતિને કુદરતી તળાવમાં વિસર્જન કરવાની જાહેરાત કરી છે. ત્યારે નગરના ગણેશ આયોજકોમાં હતાશા જણાઈ રહી છે.

સરકારની ગાઈડ લાઇન મુજબ કુદરતી જળ સ્ત્રોતમાં ગણેશ પ્રતિમા વિસર્જન ન કરવી પરંતુ સુરત જિલ્લામાં બારડોલી નગરને બાદ કરતાં મોટે ભાગના તાલુકાઓમાં કુદરતી જળ સ્ત્રોત નદી તેમજ કુદરતી તળાવમાં જ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થતું હોવાની પણ રજૂઆત નગરના ગણેશ આયોજકોએ કરી હતી પરંતુ તંત્રએ બારડોલીના ગણેશના વિસર્જન માટે આંબેડકર ચોકથી પાલિકા દ્વારા નક્કી કરાયેલ ટ્રકમાં પ્રતિમા મૂકી હજીરા દરિયામાં વિસર્જન કરવામાં આવશે.

તાલુકાના આ 12 તળાવમાં વિસર્જન થશે

 • સરભોણ -સરભોણ, વાઘેચ, કુવાડીયા, નિઝર, પથરાડીયા, ગોજી.
 • તરભોણ -નૌગામા, તભોગ, પારડીવાઘા
 • ભૂવાસણ - ભૂવાસણ, ઝાંખરડા, વડોલી, અચેલી, બાબલા, નિણત, તાજપોર બુજરંગ.
 • ખરડ છીત્રા - ખરડ, છીત્રા
 • તેન -નાંદીડા, તેન, ધામડોદ લૂંભા
 • માણેકપોર -માણેકપોર, ઉતારા, વધાવા, કરચકા, ઉવા, સુરાલી, જુનીકીકવાડ, નવી કીકવાડ, મઢી, કાંટી ફળિયા, હીંડોલીયા, પીપરીયા, મોટીભટલાવ, સેજવાળ.
 • ખોજ - ખોજ, રૂવા, ભરમપોર, ભામૈયા, મોટીફળોદ, રાયમ, પણદા, વરાડ, પલસોદ, અકોટી, પારડી, કડોદ, વાઘેચા કડોદ, માંગરોલીયા, કંટાળી, સાંકરી
 • સમથાણ -સમથાણ, બામણી, ઓરગામ, જુનવાણી, ભેંસુદલા, નાનીભટલાવ, સીંગોદ, નસુરા, વઢવાણીયા, વાંસકુઈ
 • વાંકાનેર -વાંકાનેર, અલ્લુ,પારડી વાલોડ, આફવા, ખલી,ગોતાસા.
 • ઈસરોલી -ઈસરોથી, બમરોલી, કણાઈ
 • મોતા -મોતા, મોવાછી, ઈશનપોર, અસ્તાન ખરવાસા, બાબેન, ઉમરાખ, રાજપુરા કુંભા, રામપુરા
 • હરીપુરા -કડોદ, મીયાવાડી, હરીપુરા, રજવાડ, મસાડ, ઝરીમોરા, બાલ્દા.

વિસર્જન વેળાએ પુરતી તકેદારી રખાશે
ગ્રામ્ય વિસ્તારમાં મોટે ભાગે આખા ગામનો સાર્વજનિક ગણેશ ઉત્સવ મનાવાતો હોય છે. જેથી ગામ દીઠ એક થી બે પ્રતિમાઓ હોયછે, અને વિસર્જન સમયે કોઈ હોનારત ન થાય એ માટે તંત્ર યોગ્ય તકેદારી રાખશે.> સ્મિત લોઢા, પ્રાંત અધિકારી બારડોલી

અન્ય સમાચારો પણ છે...