વિધાનસભા ચૂંટણી-2022:સુરતની 6 બેઠકો પરથી મુખ્ય પક્ષના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા; મામલતદાર કચેરીએ પહોંચી પત્ર ભર્યું

બારડોલી3 મહિનો પહેલા

સુરત જિલ્લાની 6 બેઠકો પરથી મુખ્ય પક્ષના બાકી રહેલા 6 ઉમેદવારોએ આજરોજ ઉમેદવારી પત્રો ભર્યા હતા. બારડોલી, માંડવી તેમજ કામરેજ બેઠક પરથી ભાજપના અને અન્ય બેઠક પરથી મુખ્ય પક્ષના 3 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યાં હતાં.

ભાજપમાંથી ફોર્મ ભર્યું
આજે સોમવારે વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારી પત્રો રજૂ કરવા માટેનો છેલ્લો દિવસ છે ત્યારે તમામ મુખ્ય રાજકીય પક્ષો દ્વારા જિલ્લાની 6 બેઠકો પરથી બાકી રહેલાં ઉમેદવારોનાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યાં હતાં. બારડોલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વર પરમાર, કામરેજમાં પ્રફુલ પાનસૂરિયા અને માંડવીમાં કુંવરજી હળપતિએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ઢોલ નગારા સાથે કાર્યકરોની મોટી સંખ્યા
માંગરોળનાં કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચૌધરી 'આપ'ના સ્નેહલ વસાવા અને ઓલપાડ વિધાનસભા બેઠક પરથી ધાર્મિક માલવીયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તમામ પક્ષના ઉમેદવારોએ ઢોલ નગારા અને કાર્યકરોની મોટી સંખ્યાની હાજરી સાથે રેલી લઈ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...