બારડોલી પાલિકાની સભા:ESW અનામત પ્લોટ સાંસ્કૃતિક માટે હેતુફેર થશે કે નહીં તેના પર સૌની નજર

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરપાલિકાની આજે મળનારી સામાન્ય સભામાં એજન્ડા નં. 8માં પાલિકાની ટી.પી.સ્કીમ નં. 2 નાં ફાઈનલ પ્લોટ નં. 209 ક્ષેત્રફળ 4114 ઈએસડબલ્યુએસ માટે અનામત રાખવામાં આવેલ, જેને સાંસ્કૃતિક માટે હેતુફેર કરવા ચર્ચા કરી નિર્ણય લેવા બાબતના એજન્ડાનો હેતુફેર અંગેનો નિર્ણય નહી કરી, ઈએસડબલ્યુઅેસ પ્લોટને એનાં ખરા હેતુ માટે રાખી, મલ્ટીસ્ટોરી ટેનામેન્ટ બનાવી ઈએસડબલ્યુનાં લાભાર્થીઓને ફાળવવા માટે બારડોલી નગરનાં જાગૃત નાગરીક બુધવારે લેખિતમાં રજૂઆત કરી હતી.

બારડોલી નગરના જાગૃત નાગરિક એવા સુનિલભાઈ ભાણાભાઈ તળાવીયાએ પાલિકામાં લેખિતમાં કરેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ બારડોલી નગરમાં ટાઉન પ્લાનીંગની સ્કીમ આશરે 40 વર્ષ અગાઉથી ફાઈનલ છે. તે સમયે નગરપાલિકાનાં હોદેદારો તથા નગર નિયોજક તથા જિલ્લા ટાઉન પ્લાનરે નગરની સ્થિતિ તથા નગરમાં કાયદા અનુસાર સીઓપી, પ્લે ગ્રાઉન્ડ પાર્કિગ, શોપિંગ કોમ્પલેક્ષ તથા ઈએસડબલ્યુનાં પ્લોટોનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઈએસડબલ્યુનાં ઉપયોગવાળી જગ્યાનો આર્થિક રીતે પછાત, એસટી, એસસી તથા ઓબીસી (બક્ષીપંચ) નાં લોકોને રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવાની જોગવાઈ છે. બારડોલી નગરમાં ટી.પી.સ્કીમ નં. 1 અને 2 અંર્તગત ઈએસડબલ્યુ પ્લોટો ફાળવવામાં આવેલા જે પૈકીનો એક પ્લોટ સ્ટેટ બેંકની સામે શાંતિનાથ નગર સોસાયટીવાળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતેનાં બાંઘકામ અને દબાણો કરી અન્ય ઇસમો દ્વારા પચાવી પાડવામાં આવેલ છે, જેથી ઈએસડબલ્યુનાં હેતુ માટેનો ફકત એક જ પ્લોટ હાલમાં રહેલ છે. બારડોલી નગરમાં હાલ સાંસ્કૃતિક તેમજ મનોરંજન માટે કરોડોનાં ખર્ચે ટાઉન હોલ બાંધવામાં આવેલ છે, તેમજ તલાવડી વિસ્તારમાં વાર્ડ નં. 9માં રંગઉપવનનો ટાઉન હોલ હયાત છે. જેમાં ભુતકાળમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી રીનોવેશન કરવામાં આવેલ પરંતુ યોગ્ય જાળવણીના અભાવે ભંગાર છે. જે ફરી રીનોવેશન અથવા કોઈ સંજોગોમાં જૂનુ બાંધકામ હોય, ડીમોલીશ કરી નવુ સાંસ્કૃતિક ભવન બની શકે છે.

આવા સંજોગોમાં સામાન્ય સભાના એન્જડા નં. 8નો હેતુફેર અંગેનો નિર્ણય નહી કરી, નગરપાલિકા ઈએસડબલ્યુ પ્લોટને એનાં ખરા હેતુ માટે નગરપાલિકાનાં કન્સલ્ટીંગ એંન્જીનીયર તથા આર્કીટેકટ એન્જીનીયર તથા હુડકો, નગર નિયોજક તેમજ સક્ષમ ઓથોરીટી સમક્ષ રજૂઆત કરવામાં આવે અને મલ્ટીસ્ટોરી ટેનામેન્ટ બનાવી ઈએસડબલ્યુનાં લાભાર્થીઓને ફાળવવાની વિનંતી કરી ગુરુવારે મળનાર સામાન્ય સભાનાં એજન્ડા નં. 8 ને ચર્ચા વિચારણામાં નહી લઈ મુલતવી રાખવાની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...