તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ઓલપાડ- ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં તમામ ઉમેદવાર બિનહરીફ

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાના 71 વર્ષ પૂર્ણ, વાર્ષિક ટર્નઓવર 20 કરોડ

ઓલપાડ, ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની આગામી 5 વર્ષના વહીવટ માટે 17 બેઠક માટે 19મી ફેબ્રુઆરીએ ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં ઉમેદવારી ભરવાની અંતિમ તારીખમાં માત્ર 12 બેઠક માટે ઉમેદવારી પત્રો ભરાયા હતા. વધુમાં 5 બેઠકમાં ઓલપાડની 1, ચોર્યાસીની 2 અને વ્યક્તિ ડેલીગેટમાં 2 માટે ઉમેદવારીપત્ર ભરાયા ન હતા, સામે અન્ય કોઈ ઉમેદવારી નહિ આવતા ખેડૂત અને સહકારી આગેવાન જયેશ પટેલના નેતૃત્વમાં ચૂંટણી બિનહરીફ થઈ હતી.

સહકારી મંડળીની ચૂંટણી ન થતા, સંઘની ચૂંટણી બિનહરીફ થતા ખરા અર્થમાં સહકારીતા શબ્દનો ખરા અર્થમાં ઉત્તમ નમૂનો ચૂંટણી ટાળી બેસાડ્યો છે. સંસ્થાના 71 વર્ષ પૂર્ણ થયા છે. 85 સભ્યનો ખેડૂત સંઘનું વાર્ષિક ટર્નઓવર 20 કરોડ રૂપિયા છે.

તાલુકાની બિનહરીફ થયેલી બેઠક
ઓલપાડ તાલુકા બેઠક
{ જયેશભાઈ એન.પટેલ (દેલાડ) { કિશોરકુમાર આર.પટેલ (અણિતા) { જયવીરસિંહ એમ. મહિડા (પરિઆ) { અનિલભાઈ બી. પટેલ (સિથાણ) { વસંતભાઈ આર. પટેલ (સોદલખારા) { નવીનભાઈ એન. પટેલ (ભટ્ટ ગામ) { દિનેશભાઇ જી. પટેલ (તેનારાંગ)

ચોર્યાસી તાલુકા બેઠક
{ કિરીટભાઈ આર. પટેલ (પાલ) { મહેન્દ્રકુમાર સી. પટેલ (સોસક)

વ્યક્તિ ડેલીગેટ બેઠક
{ ઈશ્વરભાઈ પી. પટેલ (વસવારી) સામાન્ય { અંજનાબેન જે. પટેલ (દેલાડ) મહિલા અનામત { સુલોચનાબેન એમ. પટેલ (સોસક) મહિલા અનામત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો