કાર્યવાહી:રિલાયન્સના યાર્નના બોક્ષની આડમાં લઈ જવાતો દારૂ પકડાયો

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 57 હજારનો દારૂ સહિત 43 લાખનો મુદ્દામાલ જપ્ત

સોમવારે કડોદરા હનુમાનજી મંદિર સામેથી હાઇવે પરથી જાહેરમાં દારૂની પેટીઓનું ડિલિવરી કરતા ટ્રક ડ્રાઇવરને ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ગત સોમવારના રોજ કડોદરા પોલીસ મથકના પી.આઈ. હિતેન્દ્રસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે પોલીસની એક ટીમ કડોદરા ખાતે હનુમાનજી મંદિરની સામે ને હા.48 પર અમદાવાદથી મુંબઈ તરફ હતા હાઇવે પર ઉભેલા એક ટ્રકમાં તપાસતા ટ્રક DD 03 K 9496 ડ્રાઇવરે ટ્રકમાં રહેલ રિલાયન્સ કંપનીના યાનના બોક્ષની આડમાં છુપાવીને રાખેલ જુદીજુદી બ્રાન્ડના 750 એમ.એલ.ની 73 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે ડ્રાઇવર રાજુલાલ બંસીલાલ ખતીક (30) રહેવાસી .પ્રાઈમ કેરીગ્સ કોર્પોરેશન સ્વામિનારાયણ સ્કૂલની સામે સીતારામ ગેટની બાજુમાં ને.હા 48 તાં.વાપી.જી.વલસાડ)ની અટક કરી 57,750 નો વિદેશી દારૂ રોકડ મોબાઈલ તેમજ 12 લાખની કિંમતની ટ્રક 30.45 લાખના યાર્નના બોક્ષ મળી કુલ 43,11,197 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ગુનામાં સંડોવાયેલા ત્રણ ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...