લોકડાઉન:ટેમ્પોમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી, 168 નંગ બોટલ સાથે 2 ઝડપાયા

બારડોલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત ઓપરેશન ગ્રુપે બારડોલીના ઇસરોલી પાસે વોચ ગોઠવી સોનગઢ તરફથી આવતા આયશર ટેમ્પો નં (GJ-08V-0167)ને અટકાવી તપાસ તપાસ કરતાં ડ્રાઈવર અને ક્લીનર બેઠા હતાં. ટેમ્પામાં જોતા શાકભાજીના કેરેટની નીચે ભારતીય બનાવટની ઈંગ્લિશ દારૂની 168 નંગ બોટલ મળી આવી હતી. જેની કિંમત 53,760 રૂપિયા થાય છે. જેથી પોલીસે ચાલક અને ક્લીનર નિશાર ઈમામુદ્દીન સૈયદ (રહે. બારડોલી) અને મહેતાજ હજરત જહુર રાયન (બારડોલી)ની ધરપકડ કરી હતી. વિદેશી દારૂ અંગે પૂછતાછ કરતાં મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લામાં દહીવલ ખાતે શાકભાજી લેવા ગાયા હતાં. ત્યારે બારડોલી તલાવડી પર રહેતા સદામ મુસ્તાક ફોન કરીને દહીસર રહેતા બંટી નામનો યુવક ત્યાંથી વિદેશી દારૂ ટેમ્પામાં ભરી આપશે. તેના પર સાકભાજીના કેરેટ મુકીને લઈ આવવા જણાવેલ. જે આધારે બંટી નામનો યુવક વિદેશી દારૂ ભરાવી અંદર કારેલા અને પાપડી શાકભાજી ભરીને બારડોલી આવવા નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...