તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશોભન:બારડોલીના લિંકરોડની શોભા વધારવા ડિવાઇડર પર અલબામિયાના છોડનું વાવેતર કરવાની કવાયત શરૂ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી પાલિકા દ્વારા કેનાલ પરના લિંકરોડના ડીવાઇડર પર કરવામાં આવેલું પ્લાન્ટેશન - Divya Bhaskar
બારડોલી પાલિકા દ્વારા કેનાલ પરના લિંકરોડના ડીવાઇડર પર કરવામાં આવેલું પ્લાન્ટેશન
  • બારડોલીના ડિવાઈડરમાં પ્રાયોગિક ધોરણે 35 છોડનું પ્લાન્ટેશન, બાદમાં વધુ રોપાશે

બારડોલી નગરનો કેનાલનો આરસીસી લિંકરોડને આધુનિક બનાવવાનું શાસકોનું સ્વપ્ન સાકાર કરવા તત્પર બન્યા છે. કેનાલની બન્ને તરફના ડીવાઈડરના રીપેરીંગ માટે એજન્સીને નોટિશ આપવામાં આવી છે. હવે, માર્ગની શોભા વધારવા પાલિકાએ એક તરફ અંદર 35 ફુલછોડનું વાવેતર પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે. 10 દિવસનો પિરિયડમાં નિદર્શન બાદ અન્ય બાકી જગ્યામાં પ્લાન્ટશન કરવામાં આવનાર છે. બારડોલી નગર પાલિકાના નગર સેવક રાજુભાઇ ભંડારી પાલિકાના 9 વોર્ડમાં વૃક્ષારોપણ સાથે જરૂરી જણાય, ત્રિગાર્ડ આપવાની જવાબદારી સંભાળી છે.

કેનાલ રોડના ડીવાઇડરમાં શુક્રવારે પ્રાયોગિક ધોરણે 35 જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. લિંકરોડની રોનક વધી શકે એવા આશય સાથે, પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં એક બ્લોકમાં 2 ફૂટના અંતરે અલબામિયા, અને બીજા બ્લોકમાં મહેંદીનું રોપણ કરવામાં આવ્યું છે. 10 દિવસ આ છોડનું નિદર્શન કરવામાં આવશે. છોડને ઢોર કે બકરા બગાડ કરે છે, કે કેમ, ઉગવાનો ગ્રોથ સહિત ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ આગળનું ડિવાઈડરમાં 6 જુલાઈએ પ્લાન્ટશન કરવા અંગે નગર સેવક રાજેશભાઇ ભંડારીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...