તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બારડોલી પાલિકાના શાસકોને રીપિટ ન કરવાની માંગ સાથે પૂર્વ પ્રમુખોની સહીવાળો લેટર ફરતો થતાં ચૂંટણી પૂર્વે ગરમાટો

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે બારડોલી નગરના માજી પ્રમુખો તેમજ પાલિકાના માજી પ્રમુખોની સહી સાથેનો લેટર જેમાં બારડોલી નગરપાલિકાના ગત ટર્મના શાસકોને નો રીપીટેશનનો નિર્ણય લેવા ભાજપ મોવડી મંડળમાં રજૂઆત કરતો પત્ર ફરતો થતા નગરનો રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં નારાજગી સ્પષ્ટ થઈ છે. જોકે માજી નગર અને પાલિકા પ્રમુખો આ બાબતે કોઈ રજૂઆત કરી ન હોવાનું જણાવ્યુ હતું.

આગામી 8 ફેબ્રુઆરીથી બારડોલી નગરપાલિકાના 9 વોર્ડ માટે ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થવા જઇ રહી છે. તે પહેલાં જ નગર ભાજપમાં હડકંપ મચી ગઇ છે. 3જી ફેબ્રુઆરીએ બારડોલી નગર ભાજપના માજી પ્રમુખ તેમજ પાલિકાના માજી પ્રમુખો દ્વારા લેખિતમાં જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆતના કરતો પત્રમાં જણાવ્યા મુજબ 2015થી 2020 દરમિયાન બારડોલી પાલિકાના વિકાસના કામો થયા નથી.

તેમજ ગૃપીઝ્મ અને ભ્રસ્ટાચારને કારણે નગરની જનતા ત્રાહિમામ પોકારી રહી છે. હાલ ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે, ત્યારે પાર્ટીની છબી ખરાબ કરનાર ફરીથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં નહિ આવે, તેવી નગરના આગેવાનોની લાગણી સાથે માંગણી છે. નગરનો મોટો વર્ગ નો રીપીટેશન માટે મક્કમ છે અને ઉમેદવારો રીપીટ કરાય, તો મતદાનનો પણ બહિષ્કાર કરશે જેવી ગંભીર બાબતનો પત્રમાં ઉલ્લેખ છે. સાથે જ પાર્ટીના નિષ્ઠાવાન અને પ્રામાણિક ઉમેદવારોની જ પસંદગી થાય એવી માંગ કરવામાં આવી છે. આ લેટર વાયરલ થતા જ રાજકીય માહોલમાં ગરમાટો આવ્યો છે. ભાજપના પદાધિકારીઓએ રજૂઆત કરી હોવાની વાત નગરમાં જોર શોરમાં શરૂ થઈ છે.

અમે કોઇ લેખિત રજૂઆત કરી નથી
નગર ભાજપના માજીપ્રમુખ તેમજ પાલિકા માજી પ્રમુખ દિનેશભાઇ દેસાઇ, હિરાચંદ શાહ, મનોજભાઇ પટેલને પત્ર બાબતે પૂછતાં આવી કોઈ લેખિત રજૂઆત કરી ન હોવાનું જણાવ્યું હતું.

મને આ પ્રકારનો કોઇ પત્ર મળ્યો નથી
આવો મને કોઈ પત્ર મળ્યો નથી, અને નો રીપીટેશન બાબતે પાર્ટીની ગાઈડ લાઇન મુજબ કાર્યવાહી કરાશે.> સંદીપભાઈ દેસાઇ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો