વલણ બદલાયું:બારડોલી પાલિકાના 30 લાખના કચરા કૌભાંડમાં એજન્સી બ્લેકલિસ્ટ, CO સામે પણ કાર્યવાહી થશે

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારે મળેલી બારડોલી પાલિકાની સમાન્યસભામાં ઉપસ્થિત હોદ્દેદારો. - Divya Bhaskar
ગુરૂવારે મળેલી બારડોલી પાલિકાની સમાન્યસભામાં ઉપસ્થિત હોદ્દેદારો.
  • ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી મુદ્દે પહેલા પાણીમાં બેસી જનારી પાલિકા હવે આક્રમક
  • નવા હુકમ સુધી સેનેટરી ઇન્સ્પેક્ટર ફરજ મુલતવી જ્યારે કોન્ટ્રાકટ હેઠળના સુપરવાઇઝરને છૂટો કરવાનો નિર્ણય

બારડોલી નગરપાલિકાની સમાન્યસભામાં એજેન્ડાના કામોની ચર્ચા પૂર્ણ થયા બાદ, અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખે કચરા કૌભાંડ બાબતે માધવ એન્ટરપ્રાઈઝ એજન્સીને બ્લેકલિસ્ટમાં મુકવાનો નિર્ણય કરાયો હતો, અને નાંદિડા કચરા પ્રોસેસનું કામ તાત્કાલિક બંધ કરવા, તેમજ આ કામગીરી માટે બીજા ઇજારદાર નક્કી કરવા ટેન્ડરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વધુમાં આ પ્રકરણમાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને બીજો હુકમ નહિ થાય ત્યાં સુધી હાજર ન રહેવા, અને કચરાની સાઈડ પર સુપરવાઇઝરનું કામ કરતો કોન્ટ્રાકટ પર કામ કરનાર સુપરવાઈઝરને તાત્કાલિક છુટા કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે ચીફ ઓફિસરે પણ આ પ્રકરણમાં ઈરાદા પૂર્વક ભૂલ કરી ,જાહેર પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવી, તાત્કાલિક અસરે બદલી કરવા, અને સેવાકીય નિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરી કચેરીમાં જાણ કરવાનો નિર્ણય લેતા, પાલિકાના સભામાં હાજર અધિકારીઓ અને કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા, અને સોપો પડી ગયો હતો.

પાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઈએ અધ્યક્ષસ્થાને મળેલી સભામાં એજેન્ડના કામો મંજુર કરાયાં હતા. ત્યારબાદ પ્રમુખ સ્થાનેથી નાંદિડાના ડમ્પિંગ સાઈડ પર કચરાનું પ્રોસેસિંગ કરતી એજન્સી માધવ એન્ટરપ્રાઇઝનાં ઇજારદારે કચરાનું પ્રોસેસિંગ વગર વધારાના 30 લાખ રૂપિયા ઊંચકી લઈ ભ્રષ્ટાચાર થયો હોવાનું અને જેમાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝરની બેદરકારી અંગેનો તપાસ સમિતિએ રિપોર્ટ આગામી સમાન્યસભામાં રજૂ કર્યો હતો.

જેમાં ઇજારદાર એજન્સી પાસે વધારાનું બીલના 30 લાખ રિકવર કરવા નોટિસ તેમજ એજન્સી હવે પછી આવી ભૂલ નહિ કરે માટે લેખિત માફીપત્ર લખવાનો નિર્ણય લેવાયો હતો, જ્યારે પાલિકાના કર્મચારીઓની પહેલી ભૂલ હોવાથી માફ કરવાનું નક્કી થયું હતું. અને આ પ્રકરણમાં કસૂરવાર હોય પગલાં ભરવાની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.

જે સંદર્ભે તપાસમાં માધવ એન્ટરપ્રાઇઝનાં ઇજારદારે ખોટા બિલ મૂકી પાલિકાના નાણાં ઊંચકી લીધા હોવાથી, જાહેરહિતની ધ્યાનમાં રાખી એજન્સીને બ્લેકલીસ્ટ કરવામાં આવે, અને કચરા પ્રોસેસિંગનું કામ બંધ કરી, બીજી એજન્સીને કામ સોંપવા બાબતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવા, અને જે બાબતે સ્વસ્થ ભારત મિશનમાં જાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જ્યારે આ પ્રકરણમાં ફરજમાં બેદરકારી બદલ સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશભાઇ ભટ્ટને બીજો હુકમ ન થાય ત્યાં સુધી હાજર ન રહેવાનો નિર્ણય, જ્યારે ડમ્પિંગ સાઈડ પર કરાર આધારિત સુપરવાઈઝર નરેશભાઈ પટેલને છુટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર કોમલ ધીનૈયા પણ કચરા પ્રકરણમાં સરકારના નાણાકીય વહીવટની જવાબદારી તેમની છે.

છતાં નાણાંકીય માટે પદાધિકારીઓની સહી કરવાની આવતી નથી. માર્ગદર્શન આપવાની ફરજ હોય છે. પરંતુ સહી કરાવી ઇરાદાપૂર્વક ભૂલ કરી, જાહરે પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડ્યું હોવાથી સીઓને સેવાકીય નિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા શિક્ષણાત્મક પગલાં ભરવા માટે અને તાત્કાલિક બદલી કરવા બાબતે ઉપલી કચેરીમાં જવાબદાર અધિકારીને જાણ કરવાનો સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી સભામાં હાજર કર્મચારીઓ અને અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. આખર કચરા કૌભાંડમાં શાસકોએ કડક નિર્ણય લેવાયો છે.

આ કારણે સભા 45 મિનિટ મોડી શરૂ થઇ
બારડોલી નગરપાલિકાની ગુરુવારે સાંજે 4 વાગ્યે સામાન્યસભા મળનાર હતી, પરંતુ સમય કરતાં 45 મિનિટ મોડી શરૂ થઈ હતી. મોડી શરૂ થવા પાછળનું કારણ સભા પહેલા ભાજપ સંકલનની બેઠક લાંબી ચાલી હતી. જેનું કારણ કચરા કૌભાંડ પ્રકરણનો મહત્વનો નિર્ણય હતો. જે નિર્ણયથી પાલિકા કચેરીના અધિકારી અને કર્મચારીઓ માટે ભૂકંપના આંચકા સમાન હતો.

ESW અનામત પ્લોટના હેતુફેરનો નિર્ણય મુલતવી
સામાન્યસભામાં નગરના જાગૃત નાગરિક તેમજ અન્યોની પણ રજુઆત ESW અનામત પ્લોટને સાંકૃતિક હેતુફેર નહિ કરવાની મંગણીને ધ્યાનમાં રાખી, હાલ એજન્ડાનું કામ મુલતવી રાખવાનું અને આ મુદ્દે આગામી સામાન્યસભામાં નિર્ણય લેવાનું નક્કી થયું હતું.

અન્ય સમાચારો પણ છે...