કોરોના અપડેટ:ફરી બારડોલીમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ આવ્યો, સુરત જિલ્લામાં હાલ 9 એક્ટિવ કેસ

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં ફરી એક વખત કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો છે. બારડોલીમાં 1 કોરોના પોઝિટિવ દર્દી મંગળવારે આવ્યો છે. જે સાથે જિલ્લામાં અત્યાર સુધી 32,213 દર્દીઓ થયા છે. અન્ય તાલુકામાં કોવિડનો કેસ મળ્યો નથી. મંગળવારે એક પણ કોરોના દર્દીને રજા આપવામાં આવી નથી. હાલ જિલ્લામાં એક્ટિવ કેસ 9 ફરી આંકડો પહોંચ્યો છે.હાલમાં ધો. 1થી 5ના વર્ગ શરૂ કરવા સરકારે મંજૂરી આપતા શાળાઓ પણ શરૂ થઇ છે. ત્યારે લોકોએ તકેદારી લઇ પોતાને કોરોનાના ચેપ ન લાગે તે માટે સાવધાની રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...