તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:બારડોલી કોલેજના ખાનગીકરણ મુદ્દે છાત્રો બાદ હવે શિક્ષકોનો પણ વિરોધ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરની ત્રણ કોલેજને ખાનગી યુનિ.માં જોડવાના ફતવો

ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગી યુનિમાં જોડાણ કરવાના ફતવા સામે રાજ્યમાં 356 કોલેજના પ્રોફેસરોએ શિક્ષણનું ખાનગીકરણ બંધ કરોની માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી હતી. જેમાં બારડોલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને ધી પાટીદાર સાયન્સ કોલેજના પ્રાધ્યાપકોએ પણ કાળી પટ્ટી બાંધીને શિક્ષણનું ખાનગીકરણ બંધ કરવાની માંગણી સાથે સરકારને સુધારો પરત ખેંચવાની માંગણી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓનું હિત હોવાનું જણાવ્યું હતું.

બારડોલીની પી.આર.બી. આર્ટ્સ એન્ડ પી.જી.આર. કોમર્સ કોલેજ અને ધી પાટીદાર સાયન્સ કોલેજના પ્રોફેસરો બુધવારે સરકારના ફતવા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને પણ ખાનગી યુનિ.માં સમાવેશ કરવા માટે કરેલ સુધારા સામે વિદ્યાર્થીઓએ પહેલા વિરોધ વ્યકત કર્યો હતો. ત્યારબાદ બુધવારે બંને કોલેજના પ્રોફેસરોએ પણ સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રાધ્યાપકોએ કાળી પટ્ટી બાંધી સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શિક્ષણના થઈ રહેલા ખાનગી કરણ બંધ કરવાની માંગ કરી હતી.

ગ્રાન્ટેડ કોલેજો બંધ થતાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકશે નહીં, વધુમાં બારડોલીની ગ્રાન્ટેડ કોલેજ પણ ખાનગીકરણ થઈ જાય તો, સ્થાનિક વિદ્યાર્થીઓએ દૂર જવાની ફરજ પડે, દૂર જવાથી ટ્રાન્સપોટેશનનો ખર્ચે થઈ શકે. આવા સંજોગોમાં અભ્યાસ બંધ થઈ શકે. જેથી સરકારને બીલમાં કરેલા સુધારો પરત ખેંચવાની મંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...