બેઠક:બારડોલીમાં ઝઘડા બાદ પોલીસે બેઠક યોજી બંને પક્ષના અગ્રણીને સમજાવ્યા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાડપત્રી બાંધવા મુદ્દે થયેલા ઝઘડામાં યુવક પર હુમલો કરાયો હતો

બારડોલી નગરના લીમડાચોકના શાકભાજી માર્કેટમાં તાડપત્રી બાંધવા જેવી નજીવી ઘટનામાં યુવકને માર મરાતા માહોલ ગરમાયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં પિન્ટુ શાહને બારડોલી ની સરદાર હોસ્પિટલમાં ખસેડયા બાદ હિન્દૂ સંગઠનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

કોમી વાતાવરણ ડોહળાઈ નહિ એવા શુભ આશયથી સોમવારે બારડોલી પોલીસ મથકમાં જિલ્લા પોલીસ વડા ઉષા રાડાની ઉપસ્થિતિમાં ડીવાયેસપી રૂપલ સોલંકી સહિત હાજરીમાં બંને પક્ષના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં હિન્દૂ, મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ ઘટના બાદ કોમી એખલાસ જાળવવા માટેની સમાજના અગ્રણીઓ બાંહેધરી આપી હતી.

ઘટનાના વિરોધમાં મોટાભાગનું શાકભાજી માર્કેટ સ્વયંભૂ બંધ રહ્યું
બારડોલીના શાક માર્કેટમાં ગત રોજ થયેલ બે પક્ષ વચ્ચેની અથડામણમાં હિંદુસંગઠનોએ માર્કેટમાં સોમવારે માર્કેટ બંધ રાખવા એલાન આપ્યું હતું. બાદમાં મોડી સાંજે પોલીસે તમામ તોફાની તત્વોને ઝડપી લેતા હિન્દુ સંગઠનોએ બંધનું એલાન પરત ખેંચ્યું હતું. જોકે સોમવારે મોટેભાગના શાકભાજી વિક્રેતાઓ માર્કેટ બંધનું એલાન પરત ખેંચવા બાબતે જાણ ન હોવાથી સવારથી જ મોટે ભાગનું શાક માર્કેટ બંધ રહ્યું હતું. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારીના ભાગ રૂપે લીમડાચોક શાક માર્કેટમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...