રાહત:અગનવર્ષા બાદ વૈશાખી વાયરો નીકળતાં તાપમાન 6 ડિગ્રી ગગડ્યું

કડોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં છેલ્લા કેટલાક દિવસોથી 44 ડિગ્રીની નજીક રહેલું તાપમાન શુક્રવારે ઘટીને 38 ડિગ્રી થયું

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહેતા લોકો અકળાઈ ઉઠ્યા હતાં. જ્યારે શુક્રવારના રોજ દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાતા તાપમાનનો પારો નીચે જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વૈશાખી વાયરાને કારણે તાપમાન ગતરોજ કરતા 5 ડિગ્રી ગગડ્યું છે.

પવન ફૂંકાતા અનેક સ્થળો પર લગ્ન મંડપોના હાલ બેહાલ થઇ ગયા
પવન ફૂંકાતા અનેક સ્થળો પર લગ્ન મંડપોના હાલ બેહાલ થઇ ગયા

એપ્રિલ મહિનાની શરૂઆતથી જ સૂર્યદેવતા કોપાયમાન થઈ ગયા હતાં. એપ્રિલ માસમાં કાળઝાળ ગરમીથી લોકોને અકળાવ્યા હતાં. તેમજ મે માસમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યું હતું. આકાશમાંથી જાણે અગનવર્ષા વરસતી હોય તેમ બપોરના સમય ગરમીના સમય રસ્તા પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો.

ઠંડા પીણા અને શરીડના શેરડીના રસના કોલા પર લોકોની ભીડ જોવા મળી રહી હતી. ગુરુવારના બારડોલીનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહ્યું હતુ. જ્યારે ન્યૂનતમ તાપમાન 30 ડિગ્રી રહ્યુ હતું. તાપથી અકળાયેલા લોકો તાપમાન ઘટવાની રાહ જોઈ રહ્યા હતાં. શુક્રવારના રોજ સવારથી જ પવનના સૂસવાટા શરૂ થયા હતાં. દક્ષિણ પશ્ચિમ પવન 31 કિમીની ઝડપે ફૂકાયા હતાં. જેથી તાપમાન નીચે ગયું હતું.

શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 6 ડિગ્રી ઘટીને 38 ડિગ્રી પર પહોંચ્યું હતું. જ્યારે રાત્રીના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. તેેમજ એક દિવસમાં ભેજનું પ્રમાણ પણ વધીને 38 ટાકા પર પહોંચ્યું હતું. દિવસ દરમિયાન વાદળોની અવર જવર જોવા મળી હતી. આકાશમાં 15 ટકા વાદળો છવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. હવામાન વિભાગના અનુસાર આવનારા દિવસોમાં તાપમાનનો પારો ઘટશે.

31 કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાતા અનેક સ્થળો પર લગ્ન મંડપોના હાલ બેહાલ થઇ ગયા
હાલ લગ્નની સિઝન પૂરજોશમાં છે ત્યારે વિવિધ જગ્યાએ મંડપો બાંધેલા નજરે પડી રહ્યાં છે. પવનના સૂસવાટાને કારણે મંડપ બાંધવામા મુશ્કેલી પડી રહી છે. તેમજ મંડપનું કાપડ ફાટી જતાં નુકસાન થઈ રહ્યું છે. ગતરોજ બારડોલી નગરમાં પવનને કારણે મંડપને નુકસાન થયાનું નોંધાયું હતુ. - પરેશભાઈ, કુશ મંડપ સંચાલક

અન્ય સમાચારો પણ છે...