આદિવાસી સમાજની બેઠક મળી:વિધાનસભાની ચૂંટણી બાદ સરકારમાં મહત્વના સ્થાનને લઈ આદિવસી સમાજ સક્રિય થયું

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ હવે સરકારમાં મહત્વ સ્થાનને લઈ સમાજો સક્રિય થયાં છે. ત્યારે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બારડોલી ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં આગામી સરકારના મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી તેમજ મુખ્યમંત્રી પણ આદિવાસી સમાજમાંથી બનાવવા માટે માંગ કરાઈ છે.

ગુજરાત રાજ્ય સમાજ આદિવાસી સમાજની મહત્વની બેઠક
વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને રાજ્યમાં વિવિધ સમાજને તેમના પ્રતિનિધિઓ વિધાનસભામાં ચૂંટણીને મોકલ્યા છે. ત્યારે રાજ્યની 182 સીટમાંથી મોટો સમાજ ગણાતો આદિવાસી સમાજમાં પણ 27 જેટલા ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે નવી સરકારની રચના પહેલા સુરત જિલ્લાના બારડોલી ખાતે ગુજરાત રાજ્ય સમાજ આદિવાસી સમાજની મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને નવી સરકારમાં આ વખતે આદિવાસી સમાજને વિશેષ સ્થાન અપાય એવી માંગ કરવામાં આવી હતી.

આદિવાસી સભ્યોનો સ્થાન આપવા માગ
વર્ષો પહેલા અમરસિંહ ચૌધરી આદિવાસી મુખ્યમંત્રી બન્યા બાદ મુખ્યમંત્રી પદે એક પણ આદિવાસી મુખ્યમંત્રી બની શક્યા નથી. ત્યારે આ વખતે 27માંથી 24 જેટલા આદિવાસી ધારાસભ્યો પણ વિજેતા થયાં છે. જેથી આ વખતે આદિવાસી મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી આદિવાસી સમાજે આજે માંગ કરી છે. સાથે જ નવી સરકારમાં કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાનામંત્રી તેમજ બોર્ડ નિગમની ખાલી પડેલ જગ્યામાં પણ આદિવાસી સભ્યોનું સ્થાન આપવામાં આવે એવી માંગ કરી છે. નવા મંત્રી મંડળની અને નવી સરકારની રચના પહેલા આદિવાસી સમાજે પોતાની માંગ સરકાર સમક્ષ મુકતા રાજ્યમાં ફરી એકવાર રાજકીય ઘરમાં આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...