તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ઈજનેરીના અભ્યાસ બાદ 2 વર્ષથી નોકરી ન મળતાં યુવકે ફાંસો ખાધો

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી તાલુકાના ધામળોદ લૂંભા ગામની ઘટના

બારડોલી તાલુકાનાં ધામળોદ લૂંભા ગામે રહેતા યુવકે ઈજનેરનો અભ્યાસ પૂર્ણ કર્યા ને બે વર્ષનો સમય વીતવા છતાં નોકરી મળતી નહોતી. જેથી આખરે બેરોજગારીથી કંટાળેલા યુવકે પોતાના ઘરમાં જ ઉપરના માળે પોતાના રૂમમાં પંખા સાથે લટકી ગળે ફાસો ખાઈ આપઘાત લેતા ચકચાર મચી છે.

આપઘાતની આ ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ બારડોલી તાલુકાના ધામળોદ લૂંભા ગામે નંદીની રેસિડેન્સીમાં ઘર નં. 37 માં રહેતા નિર્મલભાઈ જગદીશભાઇ પટેલે (24) બે વર્ષ પહેલા ઇજનેરનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદ નોકરી માટે અનેક પ્રયત્ન કરી રહ્યા હતા તેમ છતા તેઓને બે વર્ષ સુધી કોઈ નોકરી ન મળતા બેકારી થી કંટાળી શનિવારના રોજ મોડી સાંજે પોતાના ઘરમાં ઉપરના માળે રૂમમાં પંખા સાથે લટકી ફાસો ખાઈ આત્મા હતા કરી લીધી હતી બનાવ અંગે બારોડોલી પોલીસને જાણ થતાં અમોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...