તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં એક કન્સ્ટ્રકશન સાઇન્ડના કોન્ટ્રાક્ટ પાસે મજૂરી કામ કરતા સંતોષ ગવળી અને તેની પત્ની અને 4 બાળકો સહિતનો પરિવાર કન્સ્ટ્રક્શન સાઈડ પર રહેતા અને મજૂરી કરતા હતા. લોકડાઉન બાદ એકાએક કામ બંધ થઈ જતા તેનો પરિવાર અટવાઈ પડ્યો હતો. શેઠે જેટલા રૂપિયા બાકી હતા તેટલા ચૂકવ્યા અને પોતાના સગવડે પોતાના ઘરે જતા રહેવા કહ્યું અને બધું સરખું થાય પછી યોગ્ય લાગે ત્યારે આવવા જણાવ્યું હતું પરંતુ 4 બાળકો સાથે ક્યાં જાય એમ વિચારી 54 દિવસ જ્યાં કામ કરતા ત્યાં જ રહ્યા અને મદદ મેળવી બાળકોને ખવડાવ્યું અને પોતે પણ બચ્યું તે ખાધું કોઈક દિવસ ભુખા રહ્યા તેઓને એમ હતું કે થોડા સમય જતાં બધું સરખું થઈ જશે. એટલે આપણને કામ મળશે પરંતુ મહામારી વકરતા સંતોષ ગવળીને જાણવા મળ્યું કે કામ શરૂ થશે કે નહીં તે કઈક પણ નક્કી નથી તેથી સંતોષ અને તેની પત્નીએ 4 સંતાનો સાથે વતન ચાળીસ ગાંવ જવા ચાલી નીકળ્યા હતા.
નીકળતી વખતે તેઓ થોડો સમાન ત્યાં જ છોડી આવ્યા હતા. ફક્ત કપડાં અને જરૂરી સમાન સાથે લઈને નીકળી પડ્યા હતા. રસ્તામાં ખાવા રોટલી, સૂકા મરચાની ચટણી લઈ લીધી હતી. તેઓને જણાવ્યું હતું કે આવતા 5 થી 6 દિવસ બાદ તેઓ પોતાના વતન પહોંચશે અને ત્યાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવશે. તેઓ પાસે મોબાઈલ પણ નથી અને હિન્દી કે ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન નથી તેઓ પોતે ક્યાં રસ્તે પહોચશે તે પણ જાણ નથીે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.