વેરા વસૂલાત:પાલિકા 11 મહિનામાં વેરા વસૂલાત નબળી બાદ, 9 દિવસમાં 34.60 લાખની વસૂલાત

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવર હાઉસમાં આઈસ ફેક્ટરી મિલકતને સિલ, 80 ટકાથી વધુ રીકવરી લક્ષ્યાંક

બારડોલી નગરપાલિકાના વેરા વિભાગની ટીમ માર્ચ મહિનો આવતા જ સક્રિય બની છે. 11 મહિનામાં પાછલી અને હાલના માંગણાની રિકવરી ઘણી ઓછી રહેતા જ હાલ રિકવરી ટીમ વધુ કડક અમલવારી શરૂ કરી છે. માત્ર 9 દિવસમાં 34.60 લાખની રિકવરી કરી છે. જ્યારે એક કોમર્શિયલ મિલકતનો વેરો ઘણો બાકી હોવાથી, મિલકતને શીલ મારવામાં આવી છે. જ્યારે ગુરુવારથી બાકી મિલકત ધારકોને સિલ મારવા સાથે, નળ અને ગટર કનેકશન કાપવામાં આવશે.

બારડોલી નગરપાલિકાની પાછલી અને ચાલુ વર્ષના માંગણું 11 કરોડ રૂપિયા સામે વેરા વિભાગે વસુલાત શરૂ કરી હતી, જેમાં વેરો વધવાથી વેરો ભરવામાં મિલકતદારો મંદ ગતિએ શરૂઆત કરી હતી, જે 11 માસ સુધી એક ગતિ રહી હોવાથી માંડ 58 ટકા રિકવરી થઈ હતી. જેથી પાલિકાના વેરા વિભાગ રિકવરી માટે માંડ 30 દિવસ રહેતા જ કડક વસુલાત શરૂ કરી છે. પહેલા વીકમાં પાછલી બાકીમાં 12 લાખની વસૂલાત કરી હતી, જ્યારે ચાલુ વર્ષના માંગણુંમાં 13.50 લાખ રૂપિયા મળી કુલ 25.52 લાખ રૂપિયા વસુલાત કરી હતી.

જ્યારે બીજા વિકમાં 2 દિવસમાં જ 9 લાખ રૂપિયાની વસુલાત કરી હતી. 9 દિવસમાં કુલ 34.60 લાખ રૂપિયા વસૂલાત કરી હતી. જ્યારે જૂના પાવર હાઉસમાં આવેલ આઇસ ફેકટરીના 88 હજાર રૂપિયા બાકી હોય, મંગળવારે પાલિકાના વેરા વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આઈસ ફેક્ટરીને સિલ માર્યું હતું. જ્યારે ગુરુવારથી પાલિકામાં બાકી મિલકતદારો સામે લાલ આંખ કરવામાં આવશે. નળ અને ગટર કનેક્શન કાપવાની શરૂઆત પણ કરવામાં આવનાર છે. પાલિકા 80 ટકાથી વધુ રિકવરીના લક્ષ્યાંક સાથે કામગીરી ઉપાડી છે.

અન્ય સમાચારો પણ છે...