તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાલ:પારડી બાદ હવે નિણતના શ્રમિકો હડતાલ પર, દૈનિક 100 રૂપિયા લેખે અપાતી મજૂરીથી આ મોંઘવારીમાં ગુજરાન ચલાવવું અશક્ય: શ્રમિકો

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિણતમાં યોજાયેલી બેઠકમાં શ્રમિકોએ ન્યાય ન મળે ત્યા સુધી લડત ચલાવવાનો નિર્ધાર કર્યો હતો. - Divya Bhaskar
નિણતમાં યોજાયેલી બેઠકમાં શ્રમિકોએ ન્યાય ન મળે ત્યા સુધી લડત ચલાવવાનો નિર્ધાર કર્યો હતો.

બારડોલી તાલુકાનાં પારડી ગામે શ્રમિકો વેતન વધારાની માંગ સાથે હડતાલ ઉતર્યા બાદ હવે નિણત ગામના શ્રમિકોએ પણ દૈનિક વેતનમાં વધારો કરવાની માંગ સાથે છેલ્લા 6 દિવસથી મજૂરીએ જવાનું બંધ કરી હડતાલ પર ઉતર્યા છે અને માંગ ન સંતોષાઈ તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. નિણત ગામના શ્રમિકોને ખેડૂતો દ્વારા દૈનિક મજૂરીનું 100 રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે જે વેતનમાં વધારો કરવાની માંગ સાથે શ્રમિકો હડતાળ પર ઉતર્યા છે

ત્યારે સોમવારના રોજ 6 દિવસ મજૂરીથી દૂર રહ્યા બાદ પણ માંગ ન સંતોષાતા આંદોલન માટે આગળની રણનીતિ તૈયાર કરવા મોટી સંખ્યામાં શ્રમિકો સાથે બીટીએસ સેનાના પ્રમુખ વિજયભાઇ વસાવા સહિત અન્ય આગેવાનો એ શ્રમિકોના સમર્થનમાં બેઠક કરી વેતન વધારાની લડત માટે આગામી આયોજન કર્યું હતું. આગામી દિવસમાં વેતન વધારા મામલે શ્રમિકો બારડોલી મામલતદાર કચેરીએ રજૂઆત કરી આવેદન પત્ર આપવાઈ તૈયારી પણ હાથ ધરી છે. ત્યારે શ્રમિકોની માંગ ક્યારે સંતોષાઈએ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...