માવઠાનું ગ્રહણ:સુરતીઓના પ્રિય પોંકને કોરોના બાદ હવે માવઠાનું ગ્રહણ નડ્યું

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિયાળાના પ્રારંભની સાથે જ બારડોલીમાં પોંક બજાર શરૂ થતાં સ્વાદ રસિયાઓ ઉમટવા માંડ્યા. - Divya Bhaskar
શિયાળાના પ્રારંભની સાથે જ બારડોલીમાં પોંક બજાર શરૂ થતાં સ્વાદ રસિયાઓ ઉમટવા માંડ્યા.
  • માવઠાને કારણે વાનીની જુવારનો પાક નિષ્ફળ જતાં મુશ્કેલી

બારડોલી નગરે પોંક બજારથી પણ ખ્યાતિ મેળવી છે, છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના લીધે મંદીનો માર સહન કરતું પોંક બજાર શિયાળાની શરૂઆત થતાં શરૂ તો થયું પરંતુ કમોસમી વરસાદ થતાં સ્થાનિક પોંકના વેપારીઓએ પોંક માટે બનાવેલ વાનીની જુવારના પાકમાં ભારે નુકશાન થયું હોવાથી, વેપારીઓ જુવાર જિલ્લા બહારથી લાવી વેપાર શરૂ કરતાં પોંક રસિકોએ ગત વર્ષની શરખામણીએ 100 રૂપિયા વધારે ભાવ ચૂકવી પોંક ખરીદવો પડી રહ્યો છે.

પોંકની નવેમ્બરમાં સિઝન શરૂ થતી હોય છે, તાજેતરમાં ચાલુ કરવાની તૈયારીમાં જ કમોસમી વરસાદના લીધે બારડોલીના સ્થાનિક પોંકના વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. વેપારીઓએ પોતાના ખેતરમાં બનાવેલ પોંક માટેની વાનીની જુવારના પાકને મોટું નુકશાન થયું છે. ત્યારે વેપારીઓ બરોડા, કરજણ, ભરુચ જેવા વિસ્તારોમાથી પોંક માટેની જુવાર લાવી રહ્યા છે. જેને લઈ ટ્રાન્સપોટેશન ખર્ચથી લઈ જુવાર પણ મોઘી મળી રહી હોવાનું વેપારીઓ જણાવે છે. જેને લીધે પોંકના ભાવ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મોંઘો બન્યો છે.

સાથે જ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના લીધે એન.આર.આઈ બારડોલી વિસ્તારમાં આવ્યા ન હતા. આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા આવવાની શક્યતા રહેલી છે, જેથી પોંક બજારમાં તેજી દેખાવાની પણ વેપારીઓ આશા રાખી રહ્યા છે. જોકે, હાલ પોંક બજાર શરૂ થતા જ સ્વાદ રસિકો ઉત્સાહભેર પોંક ખરીદતા જોવા મળી રહ્યા છે. રસ્તા પર કારોની કતાર લાગી જતી હોય છે.

માવઠા બદ માત્ર 30 % જેટલો પાક જ બચ્યો
બારડોલી તાલુકામાં 50 વીંઘાથી વધુના ખેતરોમાં વાનીની જુવાર ઉગાડાઇ હતી. પાક તૈયાર થવાની સાથે જ કમોસમી વરસાદ વરસતા 30 ટકા જેટલો જ પાક બચ્યો છે. વધુમાં ગતવર્ષે 1 વીંઘું વાનીની જુવાર 20 થી બો25 હજારમાં ખરીદતા હતા. જે ચાલુ વર્ષે ખરાબ હવામાનના લીધે 1 વીંઘાના ભાવ 30 થી 35 હજાર થયા છે. જેથી 600 રૂપિયા કિલોથી વેચાણ શરૂ કર્યું છે. > રોહિતભાઈ, પોંકના વેપારી, બારડોલી

​​​​​​​પોંક માટે ભરૂચ-વડોદરાથી જુવાર મંગાવી
સ્થાનિક ખેડૂતોની જુવાર કમોસમી વરસાદના લીધે બિનઉપયોગી બની છે. આ જુવારમાથી બનેલ પોંક જલ્દી ખરાબ થઈ જાય છે. જેથી હાલ બરોડા અને ભરુચ જિલ્લામાથી જુવાર લાવી પોંક બનાવાય રહ્યો છે. જો બારડોલી પંથકમાં ફરી વરસાદી ઝાપટાં થાય તો, બચેલી જુવાર પણ નસ્ટ થવાની શક્યતા છે. > જયંતિભાઈ, પોંકના વેપારી, બારડોલી

અન્ય સમાચારો પણ છે...