ફરિયાદ:14 વર્ષની પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ પ્રેમી ભગાડી ગયો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના જ યુવક સામે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

માંડવી તાલુકાનાં એક ગામની 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી, યુવકે શરીર સંબધ બાંધી ગર્ભવતી બનાવી હતી, અને ત્યારબાદ સગીરાનું ઘરેથી અપહરણ કરી ગયો હતો જેને લઇ સગીરાના પરિવાર દ્વારા ગામમાં જ રહેતા યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા માંડવી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ માંડવી તાલુકાનાં એક ગામની 14 વર્ષીય સગીરાને ગામના જ યુવક સાથે મિત્રતા થઈ હતી, સમય જતાં મિત્રતા પ્રેમ સબંધમાં પરિણમી હતી.

યુવક સગીરાને લગ્નની લાલચ આપી મેં અને જૂનમાં ઓગણીસા ગામના બનભા ડુંગરના જંગલમાં લઈ જઈ, સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેને લઇ સગીરાને ગર્ભ રહી જતાં ગર્ભવતી બનાવી હતી, ત્યારબાદ 29મી નવેમ્બરના રોજ ઘરેથી માતાના કાયદેસરના વાલીપણામાંથી સગીરાનું અપહરણ કરી ગયો હતો. માંડવી પોલીસમાં મથકે યુવક વિરુધ્ધ સગીરાની માતાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...