ભક્તિનો રંગ સરહદ પાર:અમેરિકામાં પાંચ દિવસની પૂજા-અર્ચના બાદ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું

કડોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો દ્વારા ગણશોત્સવની ધામધૂમથી ઉજવણી

મૂળ ભારતીય અને અમેરિકામાં કામ ધંધા અર્થે સ્થાયી થયેલા ભારતીયો ભલે સદીઓથી વિદેશમાં રહેતા હોય પણ પોતાની સંસ્કૃતિને હંમેશા અનુસરતા રહે છે. દરેક વાર તહેવારની ઉજવણી કરી પોતાની સંસ્કૃતિને વારસામાં આપતાં રહે છે. હાલ ચાલી રહેલા ગણેશોત્સવની પણ ધૂમધામથી ઉજવણી કરી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિસર્જન કરાયું હતું. અમેરિકાના કેલિર્ફોનિયામાં સ્થાયી થયેલા જયંતીભાઈ પંચાલ તેમના દીકરા - દીકરીઓ ભારતીય સંસ્કૃતિથી અવગત થાય અને તેને અનુસરે એ માટે તમામ તહેવારોની હિન્દુ રીત રીવાજ પ્રમાણે ઉજવણી કરતા રહે છે.

અમેરિકામાં શ્રીજીની પ્રતિમાનું 5માં દિવસે કરાયેલું વિસર્જન.
અમેરિકામાં શ્રીજીની પ્રતિમાનું 5માં દિવસે કરાયેલું વિસર્જન.

હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવની પણ ઉજવણી કરી હતી. ભારતમાં બનાવેલા ઈકો ફ્રેન્ડલી માટીની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન ઘરમાં કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ શ્રીજીની આગતા સ્વાગતા પૂજા અર્ચના કરી હતી અને પાંચમા દિવસે શ્રીજીનું વિસર્જન કર્યું હતું. પર્યાવરણને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખી પોતાના ઘરે એક કુંડમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. વિસર્જન બાદ એકત્ર થયેલી માટીમાં ફૂલછોડ વાવી શ્રીજીની યાદને તાજી રાખશે.

આ વર્ષે 50થી વધુ પ્રતિમા મોકલાઇ
ગણપતિ મહોત્સવ માટે અમારે ત્યાં બનેલી પ્રતિમા અનેક દેશોમાં જાય છે. કેટલાક એક્સપોર્ટરો દ્વારા તો કેટલાક લોકો જાતે મોકલે છે. આ વર્ષે 50થી વધુ પ્રતિમા વિદેશમાં ગઈ છે. જ્યારે દશામાની 150 જેટલી પ્રતિમા લંડન મોકલવામાં આવી હતી. - યોગેશ પ્રજાપતિ, મૂર્તિકાર, તાજપોર

અન્ય સમાચારો પણ છે...